જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર રાજકોટ દ્વારા ગુજરાત સરકારના આદેશ મુજબ તા.૧ થી ૧૫ ઓગષ્ટ દરમ્યાન ઉજવવામાં આવનાર મહિલા સશકિતકરણ પખવાડીયાને અનુસંધાને કર્મયોગી એજયુકેશનલ ઝોન, માયાણીનગર મેઈનરોડ ખાતે બેટી બચાવો બેટી પઢાવોનો કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો.
જેમાં અતીથી વિશેષ તરીકે જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી ડો.જે.સી. ગોહિલ, ટ્રસ્ટના પ્રમુખ ડો.વીરડીયાસર, જિલ્લા વિસ્તરણ અધિકારી ચાવડા સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર યાસ્મીનબેન ઠેબા, જિલ્લા વિવિધલક્ષી કલ્યાણ કેન્દ્રનાં સંચાલીકા છાયાબેન કવૈયા, પોલીસ બેઈઝ સપોર્ટ સેન્ટરના અસ્મીતાબેન ગઢીયા ૧૮૧ના કાઉન્સેલર કોલડીયા, કાજલબેન, કર્મયોગી, અંગ્રેજી માધ્યમ સ્કૂલના આચાર્યા વીણાબેન વાળા અન્ય કેન્દ્ર સંચાલકો કૈલાસબેન ભટ્ટ, મંદાકિનીબેન પંડયા બી.એસ.ડબલ્યુ, એમ.એસ.ડબલ્યું કોલેજના થઈ.
પ્રિન્સીપાલ નિશાબેન, વંદેમાતરમ સ્કૂલના શિક્ષક ચંદ્રીકાબેન સવસાણી તેમજ કર્મયોગી સ્કૂલ અને વંદેમાતરમ સ્કૂલ રાજકોટની વિદ્યાર્થીની બહેનો અને વાલીઓ તથા સ્ટાફના બહેનો હાજર રહ્યા હતા.
બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત રજૂ કરાયેલા કાર્યક્રમમાં ડો.જે.સી. ગોહિલે જણાવ્યું કે સરકાર દ્વારા મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે ૧ થી ૧૫ તારીખ સુધીના કાર્યક્રમમાં મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા શિક્ષણ દિવસ, મહિલા આરોગ્ય દિવસ જેવા દિવસોની ઉજવણી કરવા જણાવેલ હતુ.
અસ્મીતાબેને મહિલાઓના દરકે પ્રશ્નોના રજૂ કરી નિર્ભય બની રજૂઆત કરવી. વીણાબેન વાળાએ દરેક વિધ્યાહી ભણે અને આગળ વધે તે માટે માર્ગદર્શન આપ્યું દરેક વિદ્યાર્થીનીઓ તથા હાજર રહેલ વાલીઓ તથા તમામ સ્ટાફે હાજર રહી આ કાર્યક્રમ દીપાવ્યો તે બદલ આભાર વ્યકત કર્યો હતો. તેમ ટ્રસ્ટના મંત્રી ગીતાબેન વીરડીયા દ્વારા જણાવાયું છે.