જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન તથા JITO ના પ્રેરક આચાર્ય ભગવંત પૂ.નયપદ્દમસાગરજી મ.સા.ની પ્રેરક ઉપસ્થિતમાં થોડા સમય પૂર્વે મુંબઈમાં ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને જીવદયા રત્ન તરીકે સન્માનિત કરેલ. જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન અને જીતો ના ગુજરાતના પ્રમુખ રાજુભાઈ કેસ્ટ્રોલે જણાવ્યું કે છેલ્લા ત્રણ દાયકાથી અમો આદરણીય વિજયભાઈ સાથે કાયે કરીએ છીએ.કોલેજના જી એસ થી લઈને મુખ્ય મંત્રી સુધીની તેઓની સફર લોકોના કલ્યાણ કાજે તથા જીવદયા માટે સદા તત્પર રહે છે.વિજયભાઈ હર હંમેશ કહે છે કે હું તો કોમન મેન છું. સમગ્ર ભારતના રાજ્યોમાંથી એક માત્ર જૈન મુખ્ય મંત્રી એવા શ્રી વિજયભાઈ રૂપાણીને ૬૪ માં જન્મ દિન અવસરે રાજુભાઈ કેસ્ટ્રોલ તથા સમસ્ત જૈન સમાજ તરફથી શુભેચ્છા, શુભકામના સહ અભિનંદન. આચાર્ય ભગવંત પૂ.નયપદ્દમસાગરજી મ.સાહેબે પણ વિજયભાઈ ઉપર કૃપાશિષ વરસાવતા કહ્યું કે માનવતા,જીવદયાના પ્રેરક કાર્યો કરી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાજેન કરતાં રહેજો તેવા ગુરુવર્યોના આશીર્વાદ છે.
Trending
- Xiaomi એ લોન્ચ કરી તેની બીજી ઇલેક્ટ્રિક YU7 કાર…
- HCએ આસારામના મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન કર્યા મંજૂર
- રવિ માર્કેટીંગ સીઝન અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરાશે
- Honor પોતાનો નવો ફોન લોન્ચ કરવા આતુર…
- BMW R 12 G/S Enduro મોટરસાઇકલે બજારમાં કરી રી એન્ટ્રી…
- Sensex અને Niftyમાં હલકો ઘટળો IT સેક્ટરને પડ્યો હલકો માર…
- રામલલાના લલાટ પર 4 મિનિટ સુધી ચમકશે સૂર્ય કિરણો..!
- MI અને GT વચે કાલે કઈ ટીમ મારશે બાજી…