સામગ્રી :

વધેલી ઇડલી ૧ બાઉલ

જીણી સમારેલી ડુંગળી ૨ નંગ

૨ થી ૩ ચમચા તેલ ઇડલી સાંતળવા માટે

શેકેલી શીંગનો ભુક્કો જરૂર પ્રમાણે

જીણી નાયલોન સેવ જરૂરમુજબ

ચટપટી તીખી બુંદી જરૂરમુજબ

લસણની તીખી બુંદી જરૂરમુજબ

લીલી ચટણી ૧ ચમચી

ખજૂર ગોળ આમલીની ચટણી જરૂર પ્રમાણે

જીણા સમારેલા લીલા ધાણા સજાવટ માટે.

રીત :

સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક કઢાઇ મુકો. હવે તેમા તેલ રેડો. તેલ ગરમ થાય એટલે તેમા ઇડલીને સાંતળો.

– ઇડલી થોડી બ્રાઉન થાય એટલે તેને ગેસ પરથી ઉતારી એક સર્વિગ ડિશમાં કાઢી લો. હવે ઇડલીને ઠંડી પડવા દો. ઇડલી ઠંડી થયા ત્યાર બાદ તેના પર ગ્રીન ચટણી, લસણની ચટણી, ખજૂર ગોળ આમલીની ચટણી, જીણી સમારેલી ડુંગળી, નાયલોન સેવ, ચટપટી તીખી બુંદી, શેકેલી શીંગનો ભુક્કો અને છેલ્લે લીલા ધાણા નાખી સર્વ કરો. તો તૈયાર છે ઇડલી ચાટ.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.