૧૦ વિદ્યાર્થીઓ બોર્ડમાં ટોપ ટેન ઉપર આવ્યા
રાજકોટમાં આવેલી કોઠારીયા રોડ પર આવેલી શુભ સ્કુલમાં ધો.૧૨ ના સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૬.૫૦% આવ્યું હતુ જેમાં વિદ્યાર્થીઓમાં ટોપ ટેન પરના વિદ્યાર્થીઓએ ઝળહળતા પરિણામ સાથે એક શ્રેષ્ઠતા હાશલ કરી હતી ત્યારે પરિણામની સાથોસાથ સુરતમાં બનેલી ઘટના અંગે વિદ્યાર્થી તેમજ શાળા પરિવાર વતી મૌન રાખીને એ મૃત્યુ પામનાર બાળકોને શ્રધ્ધાંજલી આપી હતી.
અબતક સાથેની વાતચીતમાં શુભમ સ્કુલનાં અવધેશ કાનગડ જે ડાયરેકટર છે. તેમને જણાવ્યું હતુ કે સુરતમાં બનેલી ઘટનાને લઈને સંવેદનાપ્રગટ કરે છે. અને વિદ્યાર્થીઓના પરિવારમાં જે દુ:ખનું વાતાવરણ છવાયું છે. તેમને લઈને ખૂબજ દુ:ખ વ્યકતકરીએ છીએ સાથોસાથ ધો.૧૨ના સામાન્ય પ્રવાહનું પરિણામ અમારી શાળાનું પરિણામ ૯૬.૫૦% આવેલ છે. અને અમારો સ્કુલના ટોપ ૧૦માં ૧૦ વિદ્યાર્થીઓ આવેલા છે.
જેમાં ગઢીયા ધ્રૃવિશા ૯૯.૯૯ પીઆર એ પહેલા ક્રમે અને બીજા ક્રમાંકે જોષી ધ્રુવિશા ૯૯.૯૫ ક્રમે બીજા ક્રમે સાથે બોર્ડમાં પાંચમો ક્રમ મેળવ્યો છે. અને ત્રીજા ક્રમે ઝાલા વિશ્વરાજ ૯૯.૯૩ ટકા સાથે બોર્ડ સાતમાં ક્રમે આવેલા છે. અને અમારી સ્કુલમાં કારકીર્દી માર્ગદર્શન સેમીનાર પણ યોજવામાં આવે છે. અને વિદ્યાર્થીને આગળ વધવા હંમેશા મદદ કરીએ છીએ.
અબતક સાથેની વાતચીતમાં રાજકોટમાં આવલે શુભમ સ્કુલના વિદ્યાર્થીઓ કે જેમાં ગઢીયા ધ્રુવીશા કે જેમને ૯૯.૯૭ ટકા, સાથે પહેલા નંબર પર આવેલા છે. અને બીજા ક્રમાંક પર જોષી ધ્રુવીશા ૯૯.૯૫ સાથે બોર્ડમાં પાંચમો ક્રમ મેળવ્યો હતો. સાથે ત્રીજા ક્રમમાં ઝાલા વિશ્વરાજ ૯૯.૯૩ સાથે બોર્ડમાં સાતમો ક્રમ મેળવ્યો છે. અને આ તમામ વિદ્યાર્થીઓ ખૂબજ ખુશ હતા અને વિદ્યાર્થીઓ દ્વારા સ્કુલના ટીચરનો સહયોગ અને માતા પિતાના સહયોગથી આ શીખર હાંસલ કરેલ છે.ત્યારે વિદ્યાર્થીઓનાં આવા ઉચ્ચ પરિણામથી શાળાના પ્રીન્સીપાલ તથા શાળા શિક્ષકો પણ ખૂબજ ખુશીની લાગણી અનુભવતા હતા અને વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતુ કે તેઓ આગળઈ બીબીએ જેવા અભ્યાસ કરી આગળ વધવા ઈચ્છે છે.