પેરામેડિકલ અને ફીઝીયોથેરાપી પ્રવેશના ડોકયુમેન્ય વેરીફીકેશનની પ્રક્રિયા તેજ
મેડિકલ, પેરામેડિકલ અને ફીઝીયોથેરાપી સહિતના કોર્ષમાં પ્રવેશ માટે રાજકોટ મેડિકલ કોલેજમાં હેલ્થ સેન્ટર શ‚ છે. આ હેલ્થ સેન્ટરની કામગીરી રાજયમાં સૌથી શ્રેષ્ઠ છે. સેન્ટરમાં પ્રવેશ માટેના ડોકયુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે.
આ કામગીરી અંગે પીડીયુ કોલેજના ડીન ડો. યોગેશ ગૌસ્વામીએ ‘અબતક’ને જણાવ્યું હતુ કે, મેડીકલ, પેરામેડીકલ, ફિઝિયોથેરાપી વગેરે મેડિકલ ક્ષેત્રે એડમીશન મેળવવા માટે ગુજરાત રાજય સરકાર દ્વારા ૩૨ હેલ્થ સેન્ટરો શ‚ કરાયા છે. જેમાં સૌરાષ્ટ્રના ૯ સેન્ટરો પૈકીનું એક સેન્ટર રાજકોટની મેડિકલ કોલેજ ખાતે કાર્યરત છે. આખા ગુજરાતમાંથી અત્યાર સુધીમાં ૩૨,૦૦૦ ફોર્મ ભરાયા છે. જેમાના ૨૮,૦૦૦નું ડોકયુમેન્ટ વેરીફીકેશન થઈ ગયું છે. રાજકોટ મેડિકલ કોલેજમાં અત્યાર સુધી ૧૦૦૯ જેટલા વેરીફીકેશન થઈ ગયા છે. આખા ગુજરાતમાંથી હેલ્પસેન્ટર સર્વોચ્ચ સ્થાન પર છે. જેનો શ્રેય હું મારી એડમિશન કમિટી તેમજ તેના ચેરમેન ઉમેશ પટેલને આપું છુંઆ હેલ્થ સેન્ટરથી વિદ્યાર્થીઓને ખાસ્સો ફાયદો થાય છે. તેમજ ઓનલાઈન ફોર્મ પણ ઝડપભેર ભરાઈ જાય છે. તેમજ ઘસારો પણ થતો નથી તેમજ વાલીઓએ પણ હેરાન થવું પડતું નથી.