જેકેટ વડાપ્રધાનને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને ભેટ આપ્યું હતું

વડાપ્રધાન મોદીનો પોશાક હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ કાર્યક્રમ પ્રમાણે આકર્ષક પોશાક પહેરે છે. ગત રોજ સંસદમાં તેઓએ એક ખાસ જેકેટ પહેર્યું હતું. આ જેકેટ રીસાઇકલ્ડ બોટલોમાંથી બનાવેલું હતું. તે જેકેટ પહેરીને જ વડાપ્રધાન બુધવારે સંસદભવન પર પહોંચ્યા હતા.

આ જેકેટ તેઓને ઇંડીયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ભેટ આપવામાં આવ્યું હતું. વડાપ્રધાનનાં કાર્યાલયે જણાવ્યા પ્રમાણે વડાપ્રધાને સોમવારે કર્ણાટકનાં પાટનગર વેંગલુરૂમાં ‘ભારતઊર્જા સપ્તાહ’નું ઉદ્ધાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાનતેઓએ ઇન્ડિયન ઓઇલની અનબોટલ્ડ પહેલ નીચે યુનિફોર્મ પણ લૉન્ચ કર્યો હતો.

વડાપ્રધાનનાં કાર્યાલયના જણાવ્યા પ્રમાણે, ઇંડીયન ઓઇલે રીટેલ કસ્ટમર એટેન્ડન્ટસ અને એલ.પી.જીની ડીલીવરી કરનારા કામદારો માટે આ પ્રકારનો જ (બોટલ્સને ઓગાળી તેનાં પ્રવાહીનાં તાંતણાંનો) રીસાયકલ્ડ યુનિફોર્મ રાખવા માટે નિર્ણય લીધો છે. એવું જાણવા મળ્યું છે કે એક યુનિફોર્મ તૈયાર કરવામાં ૨૮ પીઈટી બોટલ્સનો ઉપયોગ થાય છે.

આ જેકેટઆ પ્રકારના એક જેકેટને બનાવવામાં 15 બોટલની જરૂર પડે છે. બીજી બાજુ ફૂલ ડ્રેસ તૈયાર કરવામાં લગભગ 28 બોટલની જરૂર પડે છે. તેને રંગવામાં પાણીનો ઉપયોગ થતો નથી. સૌથી પહેલા ફાઈબર તૈયાર કરાય ચે અને ત્યારબાદ તેને ફેબ્રિકમાં ફેરવવામાં આવે છે અને છેલ્લે પોષાક બને છે. પ્લાસ્ટિકને રિસાઈકલ કરીને બનાવવામાં આવતા જેકેટની બજારમાં કિંમત માત્ર 2000 રૂપિયા છે.

ઈન્ડિયન ઓઈલના કર્મચારીઓ અને સશસ્ત્ર દળો માટે કપડું બનાવવા 10 કરોડથી વધુ પીઈટી બોટલોને રિસાઈકલ કરવામાં આવશે. હાલમાં જ સરકારે 19,700 કરોડ રૂપિયાના પરિવ્યય સાથે રાષ્ટ્રીય હરિત હાઈડ્રોજન મિશન શરૂ કર્યું છે. જે અર્થવ્યવસ્થાને વધારવા, કાર્બનને ઓછું કરવા, ફોસિલ ફ્યૂલની આયાત પર નિર્ભરતા ઓછી કરવા અને દેશને આ ક્ષેત્રમાં ટેક્નોલોજી અને બજારનું નેતૃત્વ અપનાવવામાં મદદ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.