આજે વેલેન્ટાઈન ડે. પ્રેમી પ્રેમિકાઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે આપણે ફિલ્મોમાં ઘણી વખત જોયું હશે કે કે સાત સમંદર પાર કરીને યુવક યુવતી ને મળવા જાય છે અથવા તો એક હીન્દી ગીત પણ છે કે સાત સમંદર પાર મે તેરે પીછે પીછે આ ગયા ત્યારે આવી જ એક સત્ય ઘટના બની છે જેમાં ઇંગ્લેન્ડની રાજકોટના યુવક સાથે લગ્ન કરવા માટે સાત સમંદર પાર કરીને આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના રાજકોટના એક યુવકની છે જેની આંખ ઇંગ્લેન્ડની યુવતી સાથે મળી હતી અને પ્રેમ પાંગર્યો હતો અને યુવતી છોકરાની સાથે ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કરવા માટે રવિવારના રોજ રાજકોટ આવી હતી અને ખાનગી હોટલમાં વૈદ્ય પરિવારના દીકરા સાથે કાલાવડ રોડ પર હોટલ સયાજી ખાતે સગાઈના બંધનમાં બંધાઈ હતી.અને હવે તેઓ ભારતીય સંસ્કૃતિ મુજબ અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરી લગ્ન કરશે.
ભારત માટે અને ખાસ કરીને તો કાઠીયાવાડ માટે એક ગર્વ લેવા જેવી બાબત કહેવાય કે ઇંગ્લેન્ડમાં ઉછરેલી અને ઇંગ્લેન્ડની સંસ્કૃતિને અપનાવી દીકરીએ કાઠીયાવાડી રીતરિવાજ અપનાવીને સગાઈ કરી હતી. કાઠિયાવાડ રીતરિવાજ મુજબ સગાઇ સમયે દીકરીને હાથમાં શ્રીફળ આપવું, ચૂંદડી ઓઢાડવી તેમજ છાબ અને પગમાં પાયલ પહેરાવવા જેવી દરેક વિધિ કરવામાં આવી હતી
કેવી રીતે પાંગર્યો પ્રેમ ???
રાજકોટના વૈદ્ય પરિવારનો દીકરો કિશન અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયો હતો અને ત્યાં સાથે અભ્યાસ કરતી યુવતી સાથે મિત્રતા બંધાઈ હતી અને ગાઈડ મિત્રતા એ પ્રેમ નું સ્વરૂપ લીધું. એવું કહી શકાય કે બેસ્ટ ફ્રેન્ડ હવે જીવનસાથી બનશે. ત્યારે બંને પરિજનોને લગ્ન વિશે વાત કરી અને પરિવારને સહમતિથી લગ્ન કરવાનો નક્કી કર્યું.
કિશન ની પ્રેમિકા એલી તેના પરિવાર સાથે રાજકોટ આવી અને પરિવારના રીતરિવાજ મુજબ સગાઈ કરી અને હવે બંને હિન્દુ સંસ્કૃતિ મુજબ અગ્નિ સાક્ષીએ સાત જન્મોના બંધનમાં બંધાશે.