– ભીંડો ખાવામાં બધાને સ્વાદિષ્ટ લાગે છે તેમજ ભીંડો આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયક છે. અને ભીંડામાં ફાઇબર, વિટામિન સી, વિટામિન એ, કેલ્શિયમ, પોટેશિયમ આયરન મેગ્નેશિયમ અને ફોસ્ફોરસ જેવા પૌષ્ટિક તત્વ રહેલા હોય છે. તે ઉપરાંત ભીંડો આરોગ્ય સિવાય સ્કિન અને વાળ માટે પણ ખૂબ લાભદાયી છે તો ચાલો જાણીએ તેનો કેવી રીતે ઉપયોગ કરવો…જે આ પ્રમાણે છે……
૧- ફેસ જેલ :
ફેસ જેલી બનાવા માટે ભીંડાને કાપીને સાફ પાણીમાં અડધા કલાક સુધી રાખવું. અને તે પાણીને કોટનની મદદથી ચહેરા પર લગાવુ. જ્યારે જેલી સુકાય જાય ત્યારે ચહેરાને પાણીથી ધોઇ નાખવુ. જેથી તેમા રહેલ વિટામિન સી એ કરચલીઓને હટાવીને સ્કિનને ખૂબ સુરત અને સ્વસ્થ બનાવે છે.
૨- વાળ માટે લાભકારી :
ભીંડાથી વાળ ચમકદાર બને છે જેથી સમારેલ ભીંડાને પાણીમાં ઉકાળી તેને ઠંડુ થવા દો. ત્યાર બાદ તેને ગાળીને અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને થોડીવાર રાખી તેને પાણીથી વાળ ધોઇ લો. જેનાથી ડેડ્રફ પણ ઓછુ થઇ જશે અને વાળને પણ લાંબા કરવામાં મદદ‚પ કરે છે.
૩- ટેનિંગ :
વધારે મોડે સુધી તડકામાં રહેવાથી સ્કિન કાળી થઇ જાય છે તેને દૂર કરવા માટે ભીંડાનું માસ્ક લગાવો. આમ કરવાથી ભીંડોએ ત્વચાના ડાઘ હટાવીને સ્કિનને ખૂબ સુરત બનાવે છે.
૪- કરચલીઓ
ભીંડોએ ચહેરાની કરચલીઓને દૂર કરવાનું કામ કરે છે. આ માટે ભીંડો બહુ સારુ સ્કિન મોશ્ર્ચાઇઝર તરીકે વર્તે છે જેથી તેનુ માસ્ક બનાવા માટે ૨-૩ ભીંડાને બ્લેંડરમાં વાટીને તેનુ પેસ્ટ બનાવી લો અને હવે આ પેસ્ટને ૧૫-૨૦ મિનિટ સુધી ચહેરા પર લગાવીને પાણીથી ધોલ લો.