૯૯.૭૦ પીઆર સાથે ચૌહાણ પરાગે મેદાન માર્યું: આચાર્ય તેજસ પટેલ
શહેરમાં આવેલ ધરતી સ્કુલનું ધો.૧૦નું પરિણામ ૮૫ ટકા આવેલ છે. તેમાં ચૌહાણ પરાગ ૯૯.૭૩ પીઆર સાથે પ્રથમ ક્રમાંક, બથવાર ખ્યાતિ ૯૮.૮૧ પીઆર દ્વિતીય ક્રમાંક, ગેહલોત જયેશ ૯૭.૪૮ પીઆર સાથે તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આ સ્કુલમાં નબળી પરિસ્થિતિનાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે છતાં તેમનું આ ઉચું પરિણામ આવતા શાળાનાં શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ ખુબ જ ગર્વનો અનુભવ કરે છે. સાથે જ ખુબ જ ઓછા દરે ફિ લઈને અભ્યાસ માત્ર વર્ષની ૧૨ હજાર જ ફિથી કરાવવામાં આવતો હતો.
ધરતી સ્કુલનાં આચાર્ય તેજસભાઈ પટેલે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ધરતી સ્કુલનું પરિણામ ખુબ જ સારું આવેલ છે. તેમની સ્કુલનું પરિણામ ૮૫ ટકા આવેલ છે તેમાં ચૌહાણ પરાગ ૯૯.૭૩ પીઆર સાથે પ્રથમ ક્રમાંકે બથવાર ખ્યાતિ ૯૮.૮૧ પીઆર દ્વિતીય ક્રમાક અને ગેહલોત જયેશ ૯૭.૪૮ પીઆર સાથે તૃતિય ક્રમાંક મેળવેલ છે. આ સ્કુલ રૈયાધાર અને સ્લમ કવાર્ટર જેવા વિસ્તારમાં આવેલ છે અને ત્યાંનાં વિદ્યાર્થીઓ વધારે આવેલ છે અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર ચૌહાણ પરાગનાં વાલી કડિયા કામ કરે છે અને તેમની સામાન્ય એવી વર્ષની ૧૨,૦૦૦ ફિ લેવામાં આવે છે અને શિક્ષકો અને વિદ્યાર્થીઓની ખુબ જ સારી મહેનત હોય છે અને કોઈપણ જાતના કલાસીસ કે ટયુશન વગર આ પરિણામ વિદ્યાર્થી દ્વારા લાવવામાં આવેલ છે અને રાજકોટમાં ખુબ જ ઓછી સ્કુલો હશે જે આટલી ઓછી ફીમાં આટલું ઉચું પરીણામ લાવેલ હશે.
અબતક સાથેની વાતચીતમાં ચૌહાણ પરાગે જણાવ્યું હતું કે, તે મોતીબા હાઈસ્કુલમાં અભ્યાસ કરે છે ત્યારે ધો.૧૦ની પરીક્ષામાં ૯૯.૭૩ પીઆર મેળવ્યા છે. આ પરિણામની પાછળનો શ્રેય મારા માતા-પિતા તેમજ શાળાનો પણ ખુબ જ સારો સહયોગ મળ્યો છે. મારી શાળામાંથી અભ્યાસ તેમજ પરીક્ષા માટે તકેદારી રાખવામાં તે પણ સારી રીતે જણાવ્યું હતું. ધો.૧૦ પછી સાયન્સમાં બી ગ્રુપ રાખી ડોકટર બનવા ઈચ્છું છું. મારા જુનિયર વિદ્યાર્થીઓ કહીશ કે સારું એવું ધ્યાને રાખે ભણવામાં અને દરરોજ વર્ગમાં અભ્યાસમાં ધ્યાન રાખવું જેથી ખુબ સારું પરીણામ આવે.
અબતક સાથેની વાતચીતમાં વિશાલે જણાવ્યું કે તે ધરતી સ્કુલમાં અભ્યાસ કરે છે અને ધો.૧૦માં તેમને ૯૦ ટકા આવેલા છે અને આગળ કોમર્સ લઈને ઉજજવળ ભવિષ્ય પ્રાપ્ત કરીશ તથા સ્કુલ અને માતા-પિતાનો ખુબ જ સપોર્ટ મળ્યો હતો અને મેં પણ પરીક્ષા સમયે મહેનત કરી હતી ત્યારે શિક્ષકોનો પણ સારો સહારો મળ્યો હતો તેથી અમે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ.