મનીષ મહેતા-દીપા મહેતા બેસ્ટ કપલ હન્ટના વિજેતા જાહેર
જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીડટાઉન આ વર્ષે પોતાના ૩૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે પોતાના મેમ્બરો માટે સૌપ્રથમ વખત એક નવિનત્તમ અને માણવાલાયક કાર્યક્રમ બેસ્ટ કપલ હન્ટ-૨૦૧૮નું ગઈકાલે નિરાલી રિસોર્ટમાં આયોજન કરાયું હતું.
જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીડટાઉન ફકત કે નાટક-સિનેમા જ નહિં પરંતુ પોતાના સભ્યમિત્રોમાં રહેલી ટેલેન્ટ કી ગ્રુપનાં મેમ્બરો માટે એક સુંદર કાર્યક્રમ બની રહે અને એક અનોખા આગવા અંદાજ સાથે બેસ્ટ કપલ હન્ટ-૨૦૧૮ રજૂ થયો હતો.
આ બેસ્ટ કપલ હન્ટ-૨૦૧૮ કાર્યક્રમમાં ગ્રુપના મેમ્બર ચિરાગ પારેખ તથા કૃપાલી પારેખ, હેમાંગ પારેખ તથા જુઈ પારેખ, મનીષ મહેતા તથા દીપા મહેતા, પીયુષ ગાંધી તથા પીયુ ગાંધી, પરાગ દોશી તથા દેવલ દોશી, સેતુર દેશાઈ તથા કાજલ દેસાઈ, અમીત દોશી તથા મીરા દોશી, તુષાર પતીરા તથા જલ્દા પતીરા, દિનલેશ મહેતા તથા વૈશાલી મહેતા, જીતુ લાખાણી તથા જાગૃતિ લાખાણીએ ઉત્સાહની સાથે સાથે આગ પ્રેકટીસ કરી કાર્યક્રમ રજૂ કર્યો હતો.
ઉપરોકત સ્પર્ધકોએ પતિ અને પત્નીમાં રહેલી ખૂબીઓ, વાતચીતની કળા, રેમ્પ વોક, સ્ટેજ ઉપર પરર્ફોમન્સ તથા હાજર જવાબીપણું જેવા પાસાઓ રજૂ કરેલ ગ્રુપ ૩૫૦થી પણ વધારે સભ્ય મિત્રોને તાળીઓ પાડવા મજબૂત કરી દીધા હતા.
આ તમામ સ્પર્ધકોએ એકી એક સુંદર પાસાઓ રજૂ કરી જજોને મુંજવણમાં મુકી દીધા અને અનેકવિધ પાસાઓની ચકાસણી કર્યા બાદ મનીષ મહેતા અને દીપા મહેતા બેસ્ટ કપલ હન્ટ-૨૦૧૮ વિજેતા જાહેર કરાયા હતા. બેસ્ટ કપલ હન્ટ વિજેતાને આકર્ષક ઈનામો આપી નવાઝવામાં આવેલ તે ઉપરાંત બેસ્ટ કપલ હન્ટના રનર્સ અપ તરીકે પરાગ દોશી અને દેવલ દોશીને ઈનામો આપવામાં આવ્યું હતું. તેમજ ત્રિજા નંબરે સેતુર દેશાઈ તથા જાગૃતિ દેશાઈ, ચોથા નંબરે અમિત દોશી અને મીરા દોશી તેમજ પાંચમાં ક્રમે ચિરાગ પારેખ તથા કૃપાલી પારેખને પણ ઈનામોથી પ્રોત્સાહિત કરાયા હતા.
કાર્યક્રમનો કોન્સેપ્ટ રાજકોટના જાણીતા આંખના સર્જન અને જેએસજીઆઈફના પૂર્વ જોઈન્ટ સેક્રેટરી ડો.રાજુ ગોઠારી અને જેએસજીઆઈએફ સંગીની ચેરપર્સન દર્શનાબેન રાજુભાઈ કોઠારીના માર્ગદર્શન અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં જજ તરીકે ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સીપાલ માલાબેન કુંડલીયા, સદ્ગુરુ મહિલાના કોલેજના પ્રોફેસર ચાર્મિબેન પારસભાઈ બદાણી તેમજ દેવેન્દ્રભાઈ સાતાએ પોતાની વિશિષ્ટ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં બ્લુ કલબ, ડો.યાજ્ઞિક રોડ તા નિરાલી રીસોર્ટસ તેમજ સ્પર્શ કોન્સેપ્ટના અમિતભાઈ દોશીનો વિશેષ સહયોગ સાંપડયો હતો.
આ બેસ્ટ કપલ હન્ટ-૨૦૧૮ કાર્યક્રમમાં જૈન સોશ્યલ ગ્રુપ-સૌરાષ્ટ્ર રીજીયનનાં ચેરમેન રાજેશભાઈ શાહ, જેએસજીઆઈએફના પૂર્વ પ્રમુખ હરેશભાઈ વોરા, જીએસજીઆઈએફના ઉપપ્રમુખ નિલેશભાઈ કામદાર વિશેષ હાજર રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીડટાઉનનાં હોદ્દેદારોએ જહેમત ઉઠાવેલ હતી.