ચીફ ઈલેક્શન અધિકારીએ જણાવ્યું, બેંગલુરુના રાજેશ્વરી વિસ્તારમાં 4,35,439 મતદારો છે
દક્ષિણ બેંગલુરુની વિધાનસભા સીટ રાજ રાજેશ્વરી નગરના એક ઘરમાંથી મંગળવારે મોડી રાતે 9,746 વોટર આઈડી કાર્ડ મળી આવ્યા છે. આ મામલે ઈલેક્શન કમિશને જાતે ફરિયાદ નોંધાવી છે. ઈલેક્શન ચીફ કમિશ્નર સંજીવ કુમારે જણાવ્યું કે, અમે ઘટના સ્થળ પર એક ટીમ મોકલી હતી. તેમણે ફ્લેટની તપાસ કરી હતી. અહીં તપાસમાં પાંચ લેપટોપ અને એક પ્રિન્ટર મળ્યું છે. આ સીટમાં 4,35,439 મતદારો છે. આ ઘટના સામે આવ્યા પછી બીજેપીએ આ સીટ પરની ચૂંટણી રદ કરવાની માગણી કરી છે.
Bengaluru: Election Commission officials seize printers from Flat No. 115 at SLV Park View Apartment in Jalahalli area. 9,746 voter ID cards were found from the apartment last night. #KarnatakaElections2018 pic.twitter.com/HUxTYm3heV
— ANI (@ANI) May 9, 2018
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com