મહિસાશુર નામક રાક્ષસનો સંહાર કરનારી માઁ દુર્ગાનો નવરાત્રીમાં લોકો પૂર્ણ ભકિતભાવથી ભજતા હોઇ છે.ત્યારે રાજકોટ ખાતે બંગાળી એસોસિ. દ્વારા પંડાલ બનાવી માઁ દુર્ગાની પૂજા અર્ચના કરતા હોઇ છે. આ પ્રસંગે બંગાળી એસોસીએશનના પ્રમુખ દિલીપ સરકારે ‘અબતક’સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ બંગાળી એસો. દ્વારા બાલભવન ખાતેનો ૪પમાં દુર્ગા મહોત્સવ છે. જે રાજકોટમાં સર્વ પ્રથમ શરુકરવામાં આવ્યો હતો. જે સાર્વજનીક રીતે ઉત્સવ ઉજવવામાં આવે છે. આઠમના દિવસે માઁ દુર્ગાને સંઘી પૂજા કરવામાં આવે છે. કારણ કે મહીસાસુર નામક દૈત્યને આજે માઁ દુર્ગાના હસ્તે વધ થયો હતો, જેના ઉપલક્ષે સંઘી પૂજા થતી હોઇ છે. જે રોજ બંગાળી લોકો ઉ૫વાસ પણ કરતા હોઇ છે. બંગાળી પરીવારો દેશ-વિદેશમાં રહેતા હોઇ છે. ત્યારે દુર્ગા પૂજાનું માહત્મ પહેલા બંગાળ ખાતે જ રહેતુ પરંતુ બધા જ ભકતજનો પહોંચી ના શકતા ઠેર ઠેર દુર્ગા પૂજાનું આયોજન કરવાનું શરુ થઇ ગયું છે.વિદેશોમાં જેમ કે અમરેકા, લંડન જેવો દેશોમાં પણ દુર્ગા પૂજાનું આયોજક થવા માંડયું છે.
Trending
- Nissan ટુંકજ સમયમાં તેની બે નવી શક્તિશાળી SUV કરશે લોન્ચ…
- સૌથી વધુ મચ્છર કરડવાના આ છે કારણો..!
- Kia EV6 Facelift નવા (GT RWD) વેરિઅન્ટ સાથે ભારતમાં લોન્ચ…
- ચૈત્રી નવરાત્રી દરમ્યાન પાવાગઢ જતા પહેલા વાંચી લો આ આર્ટીકલ…
- રહેણાંક મકાનમાં અને દુકાનમાં તસ્કરો ત્રાટક્યા…
- ‘મને કાળો રંગ ગમે છે’,શારદા મુરલીધરનનો ટિપ્પણી કરનારાઓને જવાબ
- આમંત્રણ બાદ વિક્રમ ઠાકોર વિધાનસભામાં ન રહ્યા હાજર, જાણવા મળ્યું આ કારણ…
- Appleએ WWDC 2025ની કરી જાહેરાત…