મહિસાશુર નામક રાક્ષસનો સંહાર કરનારી માઁ દુર્ગાનો નવરાત્રીમાં લોકો પૂર્ણ ભકિતભાવથી ભજતા હોઇ છે.ત્યારે રાજકોટ ખાતે બંગાળી એસોસિ. દ્વારા પંડાલ બનાવી માઁ દુર્ગાની પૂજા અર્ચના કરતા હોઇ છે. આ પ્રસંગે બંગાળી એસોસીએશનના પ્રમુખ દિલીપ સરકારે ‘અબતક’સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ બંગાળી એસો. દ્વારા બાલભવન ખાતેનો ૪પમાં દુર્ગા મહોત્સવ છે. જે રાજકોટમાં સર્વ પ્રથમ શરુકરવામાં આવ્યો હતો. જે સાર્વજનીક રીતે ઉત્સવ ઉજવવામાં આવે છે. આઠમના દિવસે માઁ દુર્ગાને સંઘી પૂજા કરવામાં આવે છે. કારણ કે મહીસાસુર નામક દૈત્યને આજે માઁ દુર્ગાના હસ્તે વધ થયો હતો, જેના ઉપલક્ષે સંઘી પૂજા થતી હોઇ છે. જે રોજ બંગાળી લોકો ઉ૫વાસ પણ કરતા હોઇ છે. બંગાળી પરીવારો દેશ-વિદેશમાં રહેતા હોઇ છે. ત્યારે દુર્ગા પૂજાનું માહત્મ પહેલા બંગાળ ખાતે જ રહેતુ પરંતુ બધા જ ભકતજનો પહોંચી ના શકતા ઠેર ઠેર દુર્ગા પૂજાનું આયોજન કરવાનું શરુ થઇ ગયું છે.વિદેશોમાં જેમ કે અમરેકા, લંડન જેવો દેશોમાં પણ દુર્ગા પૂજાનું આયોજક થવા માંડયું છે.
Trending
- ધ્રાંગધ્રા: બ્રહ્મ સમાજની વાડી ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો…
- અરાઈસ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીનાં કુંડા, પક્ષીઘરો અને ચણની ડિશનું નિ:શુલ્ક વિતરણ
- પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલાએ જાહેરસભા સંબોધી, કહ્યું કંઇક આવું
- ધનસુરા-બાયડ હાઇવે પર આવેલા કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસ લિકેજ
- સી સ્કાઉટ ગાઈડ – દરિયાઈ સ્કાઉટ ગાઈડ કેમ્પ-2ની અનોખી શરૂઆત.…
- યુવતીની છેડતી કરનાર આરોપી સાથે થયું આવું!!!
- ગાંધીધામ: “વિશ્વ ગ્રાહક અધિકાર” દિવસની ઉજવણી….
- પીએમ કિસાન યોજનાનો લાભ પતિ-પત્ની બંનેને મળી શકે?