ના ના !!!!!!!કાલથી ચુના સાથે ચાલુ કરવાનું નથી કહતી…..!!! પણ હા દુનિયાની બધી વસ્તુની જેમ તંબાકુના પણ જેમ ગેરફાયદાઓ છે એમ ફાયદાઓ પણ ઘણા છે. Tobacco અને tobacco products નું ભારત ના tax revenvue માં મોટું યોગદાન છે, લગભગ 34,000 કરોડ..!! દર વર્ષે.
તો અત્યારે એવી માંગ કરવી કે તંબાકુ ને દેશમાં થી નાબૂદ કરો એ આપણાં અને સરકાર ના ખીચા માટે ભારી પડી શકે છે. પણ ખીચા માટે સ્વાસ્થ્ય સાથે તો ચેડાં નથી કરાતાં… તમે તંબાકુ નું સેવન કરતાં હોય કે ના કરતાં હોય પણ સિગરેટ ના ધુવડા માટે વપરાતું તંબાકુ અને ચાવી ને લાલ પિચકારી થી આખું શહેર રંગી નાખતું તંબાકુ બધાના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે .
તો દેશ માથી નાબૂદ થાય કે નો થાય તંબાકુ તમારા શરીર માથી નાબૂદ થવું જોઈ એ વાત તો પાકી…….અને જરૂરી ભી નથી કે તંબાકુ નો ઉપયોગ ગલીએ ગલીએ ગલ્લો નાખવામાં માં જ કરવો ના સમજાણું ?………………………
જોવો …તંબાકુ માં એક કુદરતી રીતે પદાર્થ જોવા મળે છે કે જેને નિકોટીન કહે છે. Nicotine સ્વસ્થ્ય માટે ભલે નુક્સાનકારક હોય પણ જો વિજ્ઞાન ને ધ્યાન માં રાખી સાચી રીતે વાપરવામાં આવે તો આપણાં બેન્ક બેલેન્સ અને પર્યાવરણ માટે ઘણું ફાયદાકારક બની શકે છે…
મેડીકલ ફાયદાઓ……
તંબાકુ માં મળતું નિકોટિન અત્યારે મેડિકલ ફીલ્ડ માં ધૂમ મચાવે છે. ઘણી બધી દવાઓ માં એને લેવાના પૂરતા પ્રયાશો થાય છે…
જેમ કે………..
Transdermal patch ( dermal એટ્લે સ્કીન અને trans એટ્લે વચ્ચે થી કે સ્કીન થ્રૂ ) આ નાનકડા ટુકડા માં થોડો ડોઝ નિકોટીનો નાખવામાં આવે છે જે તમારી સ્કીન થી તમારા શરીર માં પ્રવેશે છે. આને સ્મોકીંગ છોડવા માંગતા દર્દી ને દેવામાં આવે છે જે થી તેમના દિમાગ ને છેતરી શકાઈ અને ધીમે ધીમે સ્મોકીંગ મૂકી શકાઈ જોકે અલગ અલગ લોકો ની તાશિર પ્રમાણે ઘણા ને સાઇડ ઇફેક્ટ્સ પણ આવી શકે છે તો ડોક્ટર ની સલાહ વગર કોઈ પણ કાળે આનો ઉપયોગ કરવાનું ટાળવું.
જંતુનાસક તંબાકુ …….
તંબાકુ ફક્ત માણસો ને નથી મારતું પણ માણસની સૌથી મોટી જરૂરિયાત અનાજ ના પાક ને નુકસાન પોહચાડતા જીવ-જંતુઓને પણ મારે છે. તંબાકુ માં માણસો માટે નુક્સાનકારક પદાર્થ નિકોટીન રહેલું છે જે સ્વસ્થ્ય માટે ખુબજ હાનિકાક છે. આના નુકસાન ને જોઈ લોકો એ તંબાકુ નો બહિષ્કાર કરવાનું ચાલુ કર્યું છે જે ખુબજ સારી વાત છે પણ અને લીધે દેશ ના મોટા ભાગ ના ખેડૂતો ને નુકસાન ભોગવવું પડે છે.
આમ ના થાઈ એટ્લે તંબાકુ જંતુનાસક તરીકે વાપરી શકાઈ એના માટે દેશ-વિદેશ ના સાઇંટિસ્ટ પૂરતો પ્રયાસ કરે છે. ઘણા બધા માળીઓ ખુબજ નાની માત્રા માં તંબાકુ પાણી માં ભેળવી એનો જંતુનાસક તરીકે કરે છે ( હવે રોજ મુઠ્ઠી ભરી તંબાકુ ચાવતા લોકો વિચારે..આ તમારા શરીરને કેટલું નુકશાન કરતું હશે..)
પણ આને મોટા પ્રમાણ માં ખેડૂતો સુધી પણ પોહચડિ શકાઈ એના પ્રયોગો પણ મોટા પાયે થાય છે. જેમાથી pyrolysis નામની પદ્ધતિ સફળતા ની ખુબજ નજીક છે જેમાં તંબાકુના પાન ને 900 ડિગ્રી પર ગરમ કરી તેમાથી “ બાયો–ઓઇલ” કાઢવામાં આવે છે.
આ “બાયો ઓઇલ” ને અગિયાર જાતની ફૂગ, ચાર જાતના બેક્ટેરિયા અને Colorado potato bettle ( એક જાતની ની ભૃંગ કે જે પાકનો સૌથી મોટો દુશ્મન હોય છે) ઉપર છાટી પ્રયોગ કરવામાં આવ્યો કે જેમાથી તે 2 જાતના બેક્ટેરિયા, ૧ જાતની ફૂગ અને બધાજ જાતના ભૃંગ મારવામાં સફળ થયું છે. નિકોટિન કાઢી ને પણ પરિણામ આટલું જ સારું આવ્યું છે. કેમકે બધી જાતના બેક્ટેરિયા કે ફૂંગ ને એ આનાથી નથી મારી શકાયું સકયતા છે કે “ બાયો ઓઇલ” ને વધારે સટીક અને સ્પેસિફિક જંતુનાશક બનાવી શકાઈ….
તંબાકુ માં થી ડીજલ…………..!!!!!
હા …હા… બરોબર વચ્યું તમે પૂરી દુનિયમા માં અલગ અલગ જગ્યા ખુબજ મોટા પાયે પ્રયાશો થાય છે તંબાકુ ના તેલ માંથી બાયો ડીજલ બનવાનું. બાયો ડીજલ એક પ્રકાર નું ડીજલ જ છે એવા તેલ માંથી બનાવમાં આવે છે જેનામાં ફ્રી ફેટ્ટી ઍસિડ નામનું પદાર્થ એક નિર્ધારિત પ્રમાણ માં જોવા મળે છે. અને તંબાકુ માં આ પદાર્થ ખુબજ સારા પ્રમાણ માં જોવા મળે છે. આ ને લગતા પ્રયોગો ના પરિણામ પણ સફળતા ની ખુબજ નજીક છે . એવું પણ બની શકે કે આપણી અગલી પેઢી તંબાકુ ઉપર પોતાનું વાહન ચલાવસે………………..
તો જોયું દરેક વસ્તુ પૂરી રીતે હાનિકારક નથી હોતી કઈક ને કઈક ખૂબી તો હોય જ છે જેમ કે આપણું જીવન કોઈ પણ પરિસ્થિતી માં પૂરી રીતે નિરાશાજનક કે નકામું નથી હોતું બસ પોજિટિવ સાઇડ શોધી સાચી રીતે વાપરતા અને જીવતા આવડવું જોઇયે ……….
બરોબર કે નહિ ???……………