રાજ્ય સરકારે કર્મચારીઓની તરફેણમાં વધુ એક મહત્વલક્ષી નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે કર્મચારીઓ માટે સાતમા પગાર પંચને લઇ એક મહત્વનો નિર્ણય કર્યો છે. Dy.CM નીતિન પટેલે બોર્ડ નિગમનાં કર્મચારીઓ માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. Dy. CM નીતિન પટેલે જાહેરાત કરતાં જણાવ્યું કે,” બોર્ડ નિગમનાં કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળશે. 16 બોર્ડ નિગમનાં 1710 કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ મળશે.”
આ સિવાય 100% ગ્રાન્ટ મેળવતી પ્રાથમિક શાળાઓનાં કર્મચારીઓને પણ આનો લાભ મળશે. પ્રાથમિક શાળાઓનાં વિદ્યા સહાયકોનાં ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓનાં વિદ્યાસહાયકોનું ભથ્થું રૂ.11,500નાં બદલે રૂ.19,950 મળશે. આ નિર્ણયને લઇ રાજ્ય સરકાર પર આને લઇ વાર્ષિક રૂ.10.06 કરોડનો બોજો પડશે.
રાજ્ય સરકારનો વધુ એક કર્મચારીલક્ષી નિર્ણય Dy.CM નીતિન પટેલે કરી જાહેરાત બોર્ડ નિગમનાં કર્મચારીઓને મળશે સાતમા પગાર પંચનો લાભ. 16 બોર્ડ નિગમનાં 1710 કર્મચારીઓને મળશે લાભ 100% ગ્રાન્ટ મેળવતીપ્રા.શાળાઓનાં કર્મચારીઓને મળશે લાભ .પ્રા.શાળાઓનાં વિદ્યા સહાયકોનાં ભથ્થામાં કરાયો વધારો રૂ. 11500નાં બદલે રૂ. 19950 મળશે માસિક ભથ્થું રાજ્ય સરકાર પર વાર્ષિક રૂ.10.06 કરોડનો પડશે બોજો