એ વાત તો બધા જ જાણે છે જે રોજ એક મુઠ્ઠી ડ્રાયફ્રૂટ્સ ખાવાથી ફાયદા થાય છે. લોકો ઘણા અલગ અલગ ડ્રાયફ્રૂટ્સ ખાતા હોય છે, પરંતુ પિસ્તા ખાવાનું ભૂલી જાય છે. પિસ્તા એક એવું ડ્રાયફ્રૂટ છે જેનો ઉપયોગ મિઠાઇમાં પણ કરી શકાય છે. તો ચાલો જાણીએ ગુણકારી પિસ્તાના ફાયદા
પ્રોટીનની માત્રા:
પિસ્તામાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું હોય છે એવું નીષ્ણાતો જણાવે છે. પિસ્તા ખાવાથી શરીરણે અનેક પ્રકારના ફાયદા છે કારણ કે પિસ્તામાં પ્રોટીનનો સારો સ્ત્રોત હોય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ:
પિસ્તા વજન ઘટાડવા માટે લાભકારક છે. પિસ્ટામાં અનેક પ્રકારના ફાઇબર્સ રહેલા હોય છે જેથી પિસ્તા ખાવાથી પેટ ભરયેલું લાગે છે અને ઓવર ઇટિંગ નથી થતું.
વિટામિન્સ:
પિસ્તામાં વિટામિન સી અને ઇ ભરપૂર માત્રામાં રહેલા હોય છે જે શરીરણે સ્વસ્થ રાખે છે. પિસ્તા ખાવાથી આંખણે પણ ઘણા ફાયદા થાય છે અને તંદુરસ્ત રહે છે. પિસ્તા ખાવાથી રોગપ્રતિકારક શક્ર્તિમાં પણ વધારો થાય છે. પિસ્તામાં વિટામિન બી6 હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
ડાયાબિટીસમાં મદદરૂપ:
એક વાટકી પિસ્તા ખાવાથી આખા દિવસ માં જોઈતા ફોસ્ફરસની 60 ટકા જરૂરિયાત પૂરી થાય છે. જેથી પિસ્તા ડાયાબિટીસમાં ખાસ ફાયદાકારક છે. આ ઉપરાંત પિસ્તા પ્રોટીનને એમની એસિડમાં ભાડવામાં મદદરૂપ થાય છે જેથી તમારા શરીરમાં શુગર પચવાની ક્ષમતા વધે છે.
હિમોગ્લોબિન:
પિસ્તામાં વિટામિન બી6 ભારપૂર માત્રા માં હોય છે જેથી રોજ પિસ્તા ખવાથી લોહીમાં ઑક્સીજનનો પ્રવાહ વધે છે. પિસ્તા ખાવાથી હિમોગ્લોબિનનું પ્રમાણ વધવાની સાથે તમારું દિમાગ પણ વધુ તેજ થય જાય છે.
ત્વચાની સુંદરતા જાળવવામાં મદદરૂપ:
સ્કિનને હેલ્થી રાખવા માટે વિટામિન E ખુબજ જરૂરી છે. પિસ્તામાં વિટામિન E ઉપરાંત એન્ટિઓક્સિડંટ્સ પણ હોય છે જેને કારણે સ્કીન હેલ્થી બને છે.
વાળને સુંદરને લાંબા બનાવામાં મદરૂપ:
પિસ્તા વાળનો ઝડપી કરવામાં મદદરૂપ થાય છે કારણ કે પિસ્તામાં વિવિધ પ્રકારના ફેટી એસીડ્સ રહેલા હોય છે. આ ઉપરાંત પિસ્તા વાળને લ્હારતા અટકાવવામાં પણ મદદરૂપ થાય છે.
પિસ્તા ખાવાથી ઘણા ફાયદા થાય છે પણ આપણાં શરીરણે સ્વસ્થ રાખવા માટે ઘણા પોષકતત્વ ની જરૂર પડે છે જેથી બધા ડ્રાયફ્રૂટ ખાવા જરૂરી છે.