શિયાળામાં મગફળીએ ખૂબ મહત્વ ધરાવે છે મગફળીને કારણે અનેક ફાયદાઓ થાય છે. મગફળીને સેહતનો ખજાનો પણ કહેવાય છે. મગફળીએ બદામની ગરજ સારે છે. અમુક લોકો મોઘી બદામો ખરીદી શકતા નથી જેથી મગફળીને સસ્તી બદામ પણ કહેવામાં આવે છે.
મગફળીમાં આયરન, કેલ્શિયમ, જીંક અને પ્રોટીન ભરપુર માત્રામાં હોય છે. રોગથી બચવા અને શારીરીક વૃધ્ધી માટે મગફળીએ ખૂબ ફાયદાકારક છે. જે લોકો દૂધથી દૂર રહેતા હોય તથા જેમનામાં કેલ્શિયમની ખામી હોય એવા લોકોએ અચુક મગફળીનું સેવન કરવું જોઇએ. આર્યુવેદમાં મગફળીને લાભકર્તા જાણવામાં આવે છે.
મગફળીમાં વિટામિન ઇ અને વિટામી બી૬ છે. તેનાથી શરીરને તાકાત મળે છે. ગર્ભવતી મહિલાઓ માટે મગફળીએ ખૂબ ફાયદાકીય ગણવામાં આવે છે. બાળકના વિકાસ માટે મગફળીએ મહત્વનો ભાગ છે. મગફળી ઓમેગા ૬ થી ભરપુર હોય છે. મગફળીએ ત્વચા ને કોમળ બનાવે છે. મગફળી હદ્યને લગતી બીમારીઓ તથા નીયમિત મગફળીના સેવન થી લોહીની કમી થતા અટકાવે છે. મગફળીના સેવનમાં મળતા અટીઓક્સીડેટથી વધતી ઉમંર તથા જુરીયા અને રેખાઓને વધતી અટકાવે છે. અને કોલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે.