ભોજનમાં વિટામીન, કેલરી અને ન્યુટ્રીશનનું શ્રમતોલન જરૂરી: માય પ્લેટ એકંદરે શ્રેષ્ઠ પ્લાન

તંદુરસ્ત અને તાજા માજા રહેવું હોય તો તમામ પ્રકારનો ખોરાક નિયમિત ખાવો જોઈએ. ખોરાકમાંથી મળતા જુદા જુદા પ્રકારનાં વિટામીનો આપણને તંદુરસ્તી અને નીરોંગી રાખે છે.તો આ માટે ડાયટ પ્લાન માટેની આઈડલ થીયરી ફૂડ પીરામીડ તમને તદન ઉપયોગી થશે.તો ચાલો જાણીએ શું છે આ ફૂડ પીરામીડ થીયરી?

દિવસ દરમિયાન લેવાતા ભોજનમાં વીટામીન, કેલેરી ન્યુટ્રીશન વગેરેનું સમતોલન જળવાઈ રહે તે માટે વર્ષ ૧૯૯૨માં યુનાઈટેડ સ્ટેટસ ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરે (યુએસડીએ) ડાયટ પ્લાન પીરામીડ થીયરી રજૂ કરી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૦૫ આ થીયરીને માય પ્લેટ તરીકે રજૂ કરાઈ અને વર્ષ ૨૦૧૧માં યુએસડીએ દ્વારાન ન્યુટ્રીશન ગાઈડ થીયરી રજૂ કરાઈ.

આ ફૂડ પીરામીડ એક ત્રિકોણના આકારમાં છે જેમાં અલગ અલગ પ્રકારનાં છ ખોરાકનાં સમુહનો સમાવેશ થાય છે. આ ફૂડ ગ્રુપમાં અનાજ, ફળો, શાકભાજી ડેરી પ્રોડકટસ, સીફૂડ અને ત્યારબાદ ફેટ વાળી ચીજ વસ્તુઓ અને પ્રીસીડ આઈટમોનો સમાવેશ થાય છે. આ ફૂડ પીરામીડમાં પ્રથમ કઈ વસ્તુનો સમાવેશ કરવો તે બાબતે નિષ્ણાંતોના મત જુદા જુદા હતા. જેથી આ પીરામીડને રીઝન અને જુદી જુદી ડાયરી પેટર્નના આધારે જુદા જુદા ભાગમાં વહેચી દેવાયો

જેમકે, એશિયન લોકો, યુરોપીઅલ લોકો અથવા અમેરિકનોની ખાવાની ટેવો અને રીતભાત અલગ અલગ હોય છે. આ પ્રમાણે ફૂડ પીરામીડ તૈયાર કરાયું હત. આ ડાયટ પ્લાન અનુસાર દિવસ દરમિયાન ૩૦ ટકા કેલેરી મળવી આવશ્યક છે.

યુએસડીએ દ્વારા તૈયાર થયેલા આ પીરામીડમાં દિવસ દરમિયાન કયાં સમયે અને કઈ રીતે કેવો ખોરાક લેવો જોઈએ તે માટેનું સુચન કરાયું છે. આપણા માટે હેલ્થફૂલ ડાયટ પ્લાન નું વર્ણન કરાયું છે. પીરામીડ થીયરી અનુસાર, અલગ અલગ પ્રકારનો ખોરાક લેવો જોઈએ જેથી જ‚રીયાત મુજબ ન્યુટ્રીશ્યનસ મળી રહે. તેમજ વજન વધારા કે ઘટાડવા માટે ચોકકસ માત્રામાં કેલેરી મળવી જોઈએ.

પીરામીડ થીયરીને લઈ ભારતીયોની વાત કરીએ તો, ખોરાકમાંથી ૫૦ થી ૬૦ ટકા કેલેરી મળવી જોઈએ તેમજ વધુ પ્રમાણમાં અનાજ (ઘઉં, બાજરી, ચોખા, મકાઈ) લેવું જોઈએ આ ઉપરાંત પ્રોટીન અને કેલ્શિયમની ઉણપને દૂર કરવા ડેરી પ્રોડકટ (દુધ, દહીં, પનીર, ચીઝ) વગેરે ભોજનમાં લેવું જોઈએ.

જો, આ ડાયટ પ્લાન પીરામીડ થીયરીની વાત કરીએ તો યુએસડીએ અમુક ચોકકસ પક્રારની ગાઈડલાઈન આની છે કે, તંદુરસ્ત અને તાજામાજા રહેવા ખુબ ઓછા પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરવું જોઈએ દરરોજનાં ભોજનમાં અલગતા હોવી જોઈએ અને રોજેરોજ એકને એક ખોરાક આરોગવાનું ટાળવું જોઈએ, દરરોજ કસરત કરવી જોઈએ દરરોજનાં ભોજનમાં અનાજ, કઠોળ અને શાકભાજી ફળો હોવા જોઈએ તેમજ વધુ ફેટ વાળી ચીજ વસ્તુઓ ખાવી ન જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.