સરકારે વર્ષ ૨૦૧૮-૧૯નું ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની સમય સીમા એક મહિનો લંબાવી દીધી
કોરોના વાયરસની મહામારીને પગલે સરકારે નાણાકીય વર્ષમાં ભરવાપાત્ર થતાં વેરા અને તેની ક્રેડીટ મુદ્દે કરદાતાઓને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. જેના અનુસંધાને આગામી ૩૦ સપ્ટેમબર સુધીમાં ખરીદેલી મિલકતો કે કરાયેલા રોકાણોનો લાભ ગત નાણાકીય વર્ષના આઈટી રીટર્નમાં પણ મેળવી શકાશે. એકંદરે પબ્લિક પ્રોવિડંડ ફંડ, એનએસસી કે અન્ય ટેકસ બચાવતી યોજનામાં રોકાણ કરનારને વિવિધ લાભ મળશે.
સરકારે વર્ષ ૨૦૧૮-૧૯નું ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની સમય સીમા એક મહિનો લંબાવી દીધી છે. સત્તાવાર દસ્તાવેજ પ્રમાણે હવે નાણાકીય વર્ષ માટે ૩૧ જુલાઈ ૨૦૨૦ રિટર્ન ભરી શકાય છે. આ અગાઉ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ વર્ષ ૨૦૧૯-૨૦ માટે આવક વેરા રિટર્નની સમય સીમા ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી લંબાવી ચુક્યું છે.
સેન્ટ્ર બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ બુધવારે આધારને પાન સાથે જોડવાની અંતિમ તારીખ પણ ૩૧ માર્ચ સુધી કરી છે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે ટેક્સમાં છૂટ મેળવવા માટે પણ ઈન્વેસ્ટમેન્ટની સમય મર્યાદાને પણ ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી વધારી છે. નાના અને મધ્ય વર્ગના કરદાતાને રાહત આપવા માટે સરકારે કરદાતાને લગતા કેસમાં સ્વ-મૂલ્યાંકન કરી ચુકવણીની સમય સીમા પણ લંબાવી છે, જેનું સ્વ-મૂલ્યાંકન કર મર્યાદામાં ૧ લાખ રૂપિયા સુધી છે, જે ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી રિટર્ન ફાઈલ કરી શકે છે.
કેન્દ્ર સરકારે કરવેરા ચુકવણીની તારીખને વધારી ૩૦ જૂન કરી
કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે એડવાન્સ ટેક્સની ચુકવણીની તારીખને પણ લંબાવી ૩૦ જૂન ૨૦૨૦ કરી છે. ફોર્મ-૧૬ ઈસ્યુ કરવાની અંતિમ તારીખ ૧૦ જૂન ૨૦૨૦ની સમય સીમા લંબાવી ૩૦ જૂન ૨૦૨૦ કરી છે. અને જે લોકો કોરોના વાઈરસને લીધે લાગુ લોકડાઉનને લીધે ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી ટેક્સ-સેવિંગ એક્સરસાઈઝને પૂરી નહીં કરી શકે તેમના માટે સરકારે ૩૦ જૂન ૨૦૨૦ તારીખ સુધી તે લંબાવી છે. આ નોંધ કરવું જરૂરી છે. નાણાકીય વર્ષમાં કોઈ ફેરફાર થયો નથી અને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ટેક્સ બચતને પૂરી કરવા માટે આ સમય લંબાવ્યો છે.