લાગણીઓને સાચવી સુજ-બુજ સાથે કામ કરવું ફાયદાકારક પરંતુ પડકારજનક

સ્વતંત્ર વ્યવસાય કરવા માંગતા લોકો માટે કુટુંબીક ધંધો પહેલી પસંદગી હોય છે. જયારે પરિવારના લોકો સાથે જ મળીને વ્યવસાય કરવાનો હોય ત્યારે ઘણું જાણવા શીખવા મળે છે. ઘણા સારા તો અમુક ખરાબ અનુભવ થતા હોય છે. પરંતુ જો લાગણીઓને સાચવી સુજ-બુજ સાથે કામ કરવામાં આવે તો તેના જેવો ધંધો નોકરીયાતના પગાર કરતા ૩ ગણો વધુ આર્થિક સક્ષમ બને છે. પરિવારના સભ્યો સાથે લાગણીઓની સાથે વિચાર આપ-લે કરવામાં વધુ સમય લાગતો નથી. કારણકે પહેલાથી જ એકબીજાને ઓળખતા હોય છે પરંતુ તેના અમુક ફાયદાઓ છે તો અમુક નુકસાન પણ છે.

ફાયદાઓ:-

૧) કુટુંબીક વ્યવસાય ચલાવતા હોય તો તમે વ્યવસાયને માળી શકો છો. કારણકે તેમાં કોઈ ડિગ્રી કે એજયુકેશનની જ‚ર નથી બસ સુજ બુજની રમત છે, જયારે ધંધામાં વધારો થાય છે ત્યારે ટુંક સમયમાં જ કયારે મેનેજરથી સીઈઓ બની જાય છે તે તેમને ખુદ પણ ખબર હોતી નથી.

૨) પારિવારીક સંબંધો ગાઢ લાગણીઓ ધરાવતા હોય છે માટે તેમની સાથે કામ કરવાથી સકારાત્મક વિચારોનો વિસ્તાર થાય છે તો ઘણું શિખવા પણ મળે છે.

૩) તમારા કર્મચારીઓ તમારા પરિવારના હોવાના કારણે વ્યવસાયમાં ઉંડાણપૂર્વક જોડાયેલા હોય છે માટે ધંધો રાતોરાત બંધ થતો નથી અને અન્ય તકલીફોમાંથી પણ તરી જાય છે.

૪) કયારેક તબિયત સારી ન હોય કે પછી કંઈક જ‚રી કામ હોય તો તમારા પાર્ટનર્સ તમારા સમયને સાચવી લેશે અને તમારુ ધ્યાન રાખશે.

૫) પરિવાર વ્યવસાયને ટકાવી રાખવા માંગે છે માટે તેઓ તેમને લાઈફ લોંગ માટેની નોકરી અપાવે છે તો તેમાં (લોયાલીટી) વફાદારી ખુબ જ જ‚રી છે.

નુકસાન:-

૧) પારિવારીક સંબંધોને વ્યાવસાયિક બનાવવા થોડુ આકરુ છે કારણકે પરિવારમાં મુખ્ય ભૂમિકા એક વ્યકિત ભજવતી હોય છે. માટે કામ ડોળાઈ જવાની શકયતાઓ વધુ છે.

૨) પરિવારના લોકોને તમે અંગત રીતે ઓળખતા હોય તેમની અમુક ટેવોનો ખ્યાલ હોય છે. તેથી, તેમને તમે નવા વિચારો તરફ વાળી શકતા નથી.

૩) આ પ્રકારના ધંધામાં પ્રમોશનમાં તકલીફો થાય છે. સભ્યો વધુ હોય તો કોઈ એક વ્યકિતને લિડરશીપ આપવામાં આવે તો બીજાની લાગણીઓ દુભાઈ શકે છે.

૪) જેમાં સૌથી વધુ પડકારજનક તકલીફ જનરેશન ગેપ છે માટે લોકો એકબીજાને સમજવામાં અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

૫) સભ્યો પરિવારના હોવાના કારણે તેમની ભુલો થયા બાદ પણ તેમને કાઢી મુકાતા નથી તેથી લાગણીઓને ઢેસ પહોંચાડાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.