ઉપલેટા- ધોરાજી વિસ્તારના ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ ચુંટણીમાં આપેલ વચન મુજબ પોતાને મળતો ધારાસભાનાં પગાર ગરીબ અને નબળા દર્દીઓના મેડીકલ માટે વાપરવામાં તે અંતગત ગઇકાલે ઉપલેટા ધોરાજીમાં ધારાસભ્ય લલીત વસોયા અને સંતરામ મંદીર નડીયાદના સંયુકત આયોજનથી યોજાયેલ કેમ્પમાં ૧૬૦૦ દર્દીઓએ ભાગ લીધો હતો. તેમાં ૧૦૦ દર્દીઓને ઓપરેશનની જરુરીયાત હોય તેને વિનામૂલ્ય ઓપરેશન કરી આપવામાં આવશે.

સર્વ રોગ નિદાન કેમ્પના અઘ્યક્ષ સ્થાને નગરશેઠ અમિતભાઇ શેઠની હાજરીમાં યોજાયેલ હતો આ કેમ્પમાં ધોરાજી ઉ૫લેટા બન્નેથી ૧૬૦૦ દર્દીઓએ ભાગ લીધો હતો તેમાથી ૧૦૦ જેટલા દર્દીઓને ઓપરેશન કરવામાં આવશે તમામ દર્દીઓને વિનામૂલ્યે દવા ઓપરેશન કરી આપવામાં આવશે.

આ કેમ્પમાં નડીયાદ સંતરામ મંદીરના ડો. પિયુષ શુકલા, ડો. નતિકેટ ઉપાઘ્યાય, ડો. પ્રેમલ શાહ, ડો. સુરેશ મિસ્ત્રી, ડો. મંથન પટેલ ઓ કેમ્પમાં સેવા આપેલ હતા. આ કેમ્પમાં ધારાસભ્ય લલીતભાઇ વસોયા નગરશેઠ અમિતભાઇ શેઠ, ગોપાલભાઇ ઝાલાવડીયા, વિનુભાઇ ધેરવડા કોંગ્રેસ અગ્રણીઓ લાખાભાઇ ડાંગર, રમણીકભાઇ લાડાણી, જુનેદભાઇ નાથાણી, હનીફભાઇ કાંડી, રજાકભાઇ હિગોરા, દાજીભાઇ શિવાણી, સમીર પટેલ હાજર રહેલ હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સંતરામ મંદીરના પાર્થ વિસાણા સ્થાનીક અગ્રણીઓ લક્ષ્મણભાઇ ભોપાળા હરસુખભાઇ કજીપરા, કપિલ સોલંકી એ જહેમત ઉઠાવેલ હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.