ન્યુરોલોજીસ્ટ, ગાયનોકોલોજીસ્ટ, ડેન્ટલ સર્જન તેમજ પીડીયા ટ્રીશયન સહિતના ડોકટરોએ ફ્રીમાં સેવા આપી
રાજકોટ ખાતે જામનગર રોડ પર આવેલ કડીવાર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા આયોજીત વિના મૂલ્યે નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ડો. આર.જે. કડીવાર ડાયરેકટર ઓફ કડીવાર મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ તેમને જણાવ્યું હતું આ એસોસીએશન છેલ્લા છ વર્ષથી છે.
તેના સહયોગથી અહિયા સુપર સ્પેશ્યાલીટી અને સ્પેશયાલીટી ડોકટરોએ ફ્રી સારવાર આપી હતી. આ નિદાન કેમ્પમાં સેવા આપનાર ડોકટર્સ ન્યુરોકલોજસ્ટ, વેલનોન સ્પેશ્યાલીસ્ટ ચામડીના રોગ માટે ગાયનકોલોજીસ્ટ, ડેન્ટલ સર્જન તેમજ વીડીયોટ્રીશયનના ડોકટરો એ ફ્રી સારવાર આપી હતી.
આ સમગ્ર વિસ્તાર માટે વિનામૂલ્યે સેવા આપવામાં આવી હતી. ઉપરાંત આ કેમ્પમાં ડાયાબીટીશ તથા કાડીયોગ્રામ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી. પ્રમુખ અને સમગ્ર ડોકટરોનો ખુબ સહકાર હતો. આગામી દિવસોમાં જામનગર રોડ ઉપરાંત આખા રાજકોટ શહેરને આ પ્રકારના સ્પેશ્યાલીટી કેમ્પનું લાભ મળે તેવી કડીવાર હોસ્પિટલની આશા છે. અહિયા ૪૦૦ થી ૫૦૦ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.
ડો. ભાવેશ દેવાણી સ્કીન સ્પેશિયાલીસ્ટ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજકાલ ચામડીમાં ધાધરના રોગ ખુબ જ જોવા મળે છે. ખાસ કરીને આપના માઘ્યમથી મારે સવ સેતા જાણોને એટલું જણાવાનું છે. આપને જયારે પણ ધાધર થાય ચામડી ઉપર ખંજવાર આવે તો લોકો સામાન્ય રીતે મેડીકલમાં થી ડાયરેકટર દવા લેતા હોય છે અને લગાવતા હોય છે. કે જેમાં સ્ટુરુડ નામનું દ્રવ્ય હોય છે. આના કારણે લગાવાથી એક દિવસ સારુ રહે છે. અંતે ધાધર ખુબ પ્રમાણે વધી શકે છે. તો દરેક લોકોને ધાધર કે કોઇપણ બિમારી થાય તો ડાયરેકટ દવા લેવી નહીં.
બીજી વસ્તુ ડોકટર જયારે ધાધરની દવા લખો ત્યારે એનો ક્રોસ પુરતા પ્રમાણે કરવો અને ન મટેે ત્યાં સુધી દવા ચાલુ રાખવી. ધાધરની ક્રીમ ચકા પ્રમાણે અને ત્યાંના આજુબાજુમાં લગાવી. એક બીજા ના કપડા અને જીન્સ ન પહેરવું ખુલતા કપડા પહેરવા આપણા કપડા ગરમ પાણી માં પલાળીને ઘોવા તેમજ તડકામાં સુકવા આટલું ઘ્યાન રાખશો તો ધાધર ચોકકસ પ્રમાણે મટે તેવો રોગ.