કોરોના સંક્રમણથી બચવા માટે આરોગ્યતંત્ર દ્રારા હવેથી ત્રીજા તબક્કામાં 60 વર્ષથી ઉપરના તથા તા.1/1/2022 સુધીમાં જેમને 60 વર્ષ પુરા થવાના છે તેવા તમામ લોકો અને 45 વર્ષ થી 59 વર્ષ સુધીના લોકો કે જેમને સરકાર દ્રારા નક્કી કરેલ 20 જાતની બીમારી છે તેવા કોમોરબીડિટી ધરાવતા લોકો બીમારી અંગેનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરી વેક્સિન મેળવી શકશે.
આ વેક્સિન મેળવવા લાભાર્થીએ સરકારશ્રીની કોવિન એપ, આરોગ્ય સેતુ એપ થકી પોતાનું નામ રજીસ્ટર કરાવવાનું રહેશે. જો અગાઉ નામ રજીસ્ટર કરાવેલ ન હોય તો પણ રૂબરૂ સ્થળ પર પોતાની ઓળખના આધારો જેમ કે આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે સરકાર દ્રારા અપાયેલ કોઇપણ ઓળખ કાર્ડની કોપી આપવાથી તેમનું રજીસ્ટ્રેશન થઇ શકશે. રજીસ્ટ્રેશન થાય તે અંગેનો મેસેજ આવશે, ત્યારબાદ જેતે સંસ્થા દ્રારા જણાવવામાં આવે તે દિવસે અથવા વેક્સિન લેવાનો મેસેજ આવે તે દિવસે વેક્સિન લઇ શકશે.
રાજકોટ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પ્રાઇવેટ હોસ્પિટલો 1. કટેશિયા હોસ્પિટલ-જસદણ શહેર જસદણ, 2. ક્રિષ્ના હોસ્પિટલ – ગોંડલ શહેર, 3. શ્રી રામ હોસ્પિટલ – ગોંડલ શહેર, 4. તેલી હોસ્પિટલ – ધોરાજી શહેર, 5. ક્રિષ્ના હોસ્પિટલ – ઉપલેટા શહેર, 6. ઇશ્વર સર્જીકલ હોસ્પિટલ – જેતપુર શહેર, 7. સાકાર ઓર્થોપેડિક હોસ્પિટલ – જેતપુર શહેર ખાતે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.