રાજય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રી અમૃતમ, ર્માં વાત્સલ્ય અને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને અત્યાર સુધી ઘૂંટણના જોઈન્ટ રિપ્લેસમેન્ટની સારવારનો લાભ મળતો નહતો દરમિયાન તાજેતરમાં રાજય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવેથી લાભાર્થીને ઘૂંટણની રિપ્લેસમેન્ટની સારવારનો લાભ મળશે.
ગાંધીનગર સ્થિત આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણના અધિક નિયામકના જણાવ્યાનુસાર હવેથી ‘મા’/ ‘મા’ વાત્સલ્ય’ અને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ જે કોઈ લાભાર્થીઓને ઘૂંટણના રિપ્લેસમેન્ટની સારવારની જરૂરીયાત હોય તેઓનું મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અથવા તબીબી અધિક્ષકએ ચકાસણી કરી ઘૂંટણ રિપ્લેસમેન્ટની જરીયાત છે તે અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
જેના આધારે લાભાર્થી યોજના સાથે જોડાયેલી સરકારી કે ખાનગી હોસ્પિટલમાં લાભ મેળવી શકશે.જિલ્લામાં ઘૂંટણના રિપ્લેસમેન્ટના નોંધાયેલા લાભાર્થી દાવાઓમાંથી રેન્ડમ ૧૦% લાભાર્થી દાવાઓનું વેરિફીકેશન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અથવા મ્યુનિસિપલ આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા કરવાનું રહેશે.