બોર, સેનિટેશન સહિતની સમસ્યાઓ બાબતે હાઉસિંગ બોર્ડ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા રહેવાસીઓમાં રોષ

રાજકોટ શહેરનાં છેવાડે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાછળ આવેલા મુંજકા ગામનાં છેડે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા લોઅર ઈન્કમ ધરાવતા મધ્યમવર્ગીય ૪૧૬ પરિવારો માટેની આવાસ કોલોની બનાવવામાં આવી છે. જેમાં ૧૩ માળના ચાર ટાવર (બિલ્ડીંગ)નું નિર્માણ કરવામાં આવ્યું છે.જેમાં પાણી, લીફટ, પાઈપ લ,કેજ, વરસાદી પાણીનો ભરાવો, ફાયર સેફટીનાં સાધનોની મરામત અને રહેણાંક એરીયામાં પાર્કિંગની જગ્યાએ બનાવી નંખાયેલી દુકાનો દૂરક રવા જેવા પ્રશ્ર્નો હજુ અધ્ધરતાલ છે. છતા ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા લાભાર્થીઓનાં એસો.ની રચના કરીને નિભાવ ખર્ચનો બોજ (કબ્જો) થોપી બેસાડી જવાબદારીમાંથી છૂટી જવાના પેંતરા શ‚ કરાયા છે.જેની સામે લાભાર્થી ફલેટધારકોએ ગુજરાત હાઉસીંગ બોર્ડને આવેદનપત્ર આપીને સ્પષ્ટ સંભળાવી દીધું છે કે, પહેલા અધુરા અને ક્ષતિયુકત કામો પૂરા કરો, પછી આવાસ યોજનાનો કબ્જો સંભાળશું.આવેદનપત્રમાં મુંજકા આવાસ યોજનાનાં લાભાર્થીઓના બનેલા ૪૧૬ ફલેટ ઓનર્સ એસો.ના હોદદારો અને કારોબારી સભ્યોએ જણાવ્યું છે કે, મુંજકા આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી વસુલાયેલા મેઈન્ટેનન્સનાં ૫૦-૫૦ હજાર મળીને કુલ  જેવી રકમ અત્યારે ગુજરાત હાઊસીંગ બોર્ડ પાસે વ્યર્થ પડી છે. નિંભર તંત્રની વહીવટી અણ આવડતના પાપે તેનું કોઈ વ્યાજ પણ મળતું નથી. જેથી મેઈન્ટેનન્સની મહત્વની રકમમાંથી આવાસ યોજનાના નિભાવ ખર્ચની મરણમૂડી વેડફાવા લાગી છે. ગુજરાત હાઉસીંગ બોર્ડની આવી લાપરવાહી યથાવત જ રહેતા અંતે કોમન સર્વીસીઝ સંભાળીને નિભાવ ખર્ચની જવાબદારી હસ્તગત કરવા તૈયાર છે. પરંતુ જયાં સુધી ગુજરાત હાઉસીંગ બોર્ડ તેમજ બિલ્ડર દ્વારા જે કાંઈ પણ કામો અધૂરા કે ક્ષતિયુકત છે, તેનો કાયમી ધોરણે અને સંપૂર્ણ નિકાલ કરી આપવામાં નહી આવે ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં કોમન સર્વીસીઝની જવાબદારી સંભાળવા તૈયાર નથી. જો ગુજરાત હાઉસીંગ બોર્ડ તેમજ બિલ્ડર દ્વારા અત્યારે લાભાર્થીઓ તરફથી રજૂ થયેલા વાંધાઓનો નિયમ સમય મર્યાદામાં કાયમી ધોરણે નિકાલ કરી આપવાની લેખીતમાં બાંહેધરી આપવામાં આવે તો જ કોમન સર્વીસીઝ સંભાળવા તૈયાર હોવાનું કહેવામાં આવ્યું છે.ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા અંદાજીત ૩૦૦ જેટલા લાભાર્થીઓ પાસેથી લાભાર્થી દીઠ એટલે કે, કુલ  જેવી રકમ ઉઘરાવી લીધી છે, પણ એ ‚પીયાનું વ્યાજ મળે એવું કોઈ આયોજન કર્યું નથી. જેથી છેલ્લા દસ મહિનાથી દર મહિને વધુની વ્યાજની આવક નથી ગુજરાત હાઉસીંગ બોર્ડને મળતી કે નથી લાભાર્થીઓને મળતી જો હાઉસીંગ બોર્ડ દ્વારા લાભાર્થીઓ પાસેથી મેન્ટેનન્સની રકમ આવતી જાય એમ યોગ્ય બેંક એકાઉન્ટમાં જમા કરાવાતી હોત તો ૧૦ મહિનામાં  ૫-૭ લાખ જેટલું વ્યાજ મળી શકયું હોત અને તેનાથી અત્યારે ઉદભવતા અધુરા અને ક્ષતિયુકત કામો પૂરા કરી શકાયા હોત એ વાસ્તવિકતા છે.આઠ વિંગની ૧૬ લીફટ અવાર નવાર બંધ થઈ જતી હોવાથી ૧ વર્ષ માટે રીપેરીંગ અને પાર્ટસ બદલવામાં આવે તેવીમાંગ કરવામાં આવી છે આવાસ યોજનામાં સેનીટેશનની કામગીરી પણ ખૂબજ નબળી હોવાની ફરિયાદ ઉઠી છે.૪૧૬ પરિવારો વચ્ચે માત્ર એક જ બોર ચાલુ છે. જયારે બે બોર બંધ પડયા છે. બંધ પડેલા બોરને ચાલુ કરવા વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતા પણ કોઈ જાતની દરકાર લેવામાં આવતી નથી. સૌથી મહત્વની બાબતતો એ છે કે, મુંજકા આવાસ યોજનાના પાર્કિંગમાં દુકાનો બનાવવામાં આવી છે. જે નિયમ વિ‚ધ્ધ હોવાનું આવેદનમાં કહેવામાં આવ્યું છે. જો પાર્કિંગમાં પાન-માવાની દુકાનો બનાવવામાં આવશે તો રહેણાંક વિસ્તારમાં અસામાજીક તત્વો આવતા રોકી શકાશે નહી આ તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ તમામ પ્રશ્ર્નોનું જયા સુધી ગુજરાત હાઉસીંગ બોર્ડ તેમજ બિલ્ડર દ્વારા કાયમી ધોરણે નિકાલ કરવામાં નહી આવે ત્યાં સુધી ૪૧૬ ફલેટ ઓનર્સ એસોસીએશને કોમન સર્વીસીઝ સંભાળવાનો ઈનકાર કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.