દુનિયામાં અનેક પ્રકારના ફળો છે. દરેક ફળ એક આગવી ખાસિયત ધરાવે છે. જેથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. તેમજ કમરખ પણ એક એવું જ ફળ છે. તે પેટ અને હૃદય સંબંધિત ઘણી બીમારીઓની સારવાર માટે ફાયદાકારક છે.
કમરખને “સ્ટાર ફ્રુટ” તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે કાપવામાં આવે છે ત્યારે તેનો આકાર તારા જેવો દેખાય છે. આ કારણોસર લોકો તેને સ્ટાર ફ્રુટ પણ કહે છે. તેમજ તે વિટામિન B અને ફાઈબર જેવા પોષક તત્વોનો ભંડાર છે. જેથી તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
સ્ટાર ફ્રૂટ તમને પાચનતંત્રથી લઈને સ્ટ્રોક અને હૃદયની સમસ્યાઓથી બચાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તેમજ આ ફળની સાથોસાથ તેના પાન પણ પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફ્રૂટ પેટના અલ્સરને દૂર કરવામાં રામબાણ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત કમરખ તમારા વાળને મજબૂત કરવાનું પણ કામ કરે છે. તેના સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે. કારણ કે કમરખમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ નહિવત પ્રમાણમાં હોય છે. તેમજ અસંખ્ય ફાયદાઓને કારણે લોકો કમરખ ખાવાનું પસંદ કરે છે.
આ ઉપરાંત ઘણા લોકો આ ફળ વિશે જાણતા નથી, જેથી બજારમાં તેની કિંમત પણ ઘણી ઓછી છે. આ ફળ તમને બજારમાં 20-30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે સરળતાથી મળી શકે છે. તેમજ આ ફળ સલાડ, ચાટ કે જ્યુસના રૂપમાં પણ લઈ શકાય છે. આ ફળ કાચા સલાડના રૂપમાં પણ ખાવામાં આવે છે. તે સ્વાદે ખૂબ જ મીઠું હોય છે. આ દરમિયાન આ ફળમાં ઘણા ગુણો જોવા મળે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમજ ખાસ કરીને આ ફળના જ્યુસનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયી સાબિત થાય છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.