લીચી એ એક ફળ છે, જેનું વૈજ્ઞાનિક નામ લીચી ચાઈનેન્સીસ છે.ઊષ્ણકટિબન્ધીય ફળ છે.તેમ જ તેનું મૂળ નિવાસ ચીનછે. આ ફળ સામાન્યતઃ મડાગાસ્કર, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, દક્ષિણ તાઇવાન, ઉત્તરી વિયેતનામ, ઈંડોનેશિયા, થાઇલેન્ડ, ફીલીપાઈન્સ અને દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં જોવા મળે છે. લીચી વિટામિન સીથી ભરપૂર છે, જે તેના રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણો માટે જાણીતી છે.જે જુલાઈ અને ઓગસ્ટ માસમાં ભારતમાં મળી રહે છે.લીચી ખાવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવી શકાય છે. લીચીને પાણીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. વિટામિન B6, નિયાસિન, રિબોફ્લેવિન, ફોલેટ, કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા તત્વોથી ભરપૂર આ ફળ શરીરને સ્વસ્થ રાખવાની સાથે-સાથે શરીર અને પેટને ઠંડુ રાખે છે.લીચીનું સેવન કરવાથી મોસમી રોગોથી બચી શકાય છે. ઉનાળામાં આ ફળ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આવો જાણીએ ઉનાળામાં આ ફળ ખાવાથી શું ફાયદા થાય છે.
લીવરના રોગમાં ફાયદો
પ્રકાશિત એક સમાચાર અનુસાર લીચીના સેવનથી લીવર માટે ઘણા ફાયદા થાય છે. લીવરએ શરીરનું મહતવપૂર્ણ અંગ છે.તે પોષક તત્ત્વોને શરીર ઉપયોગમાં લઈ શકે તેવા પદાર્થોમાં રૂપાંતરિત કરે છે. આ સાથે લીવર ઝેરી તત્વોને પણ દૂર કરે છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લીચી લીવરના રોગને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
કેન્સરના જોખમમાં ઘટાડો
લીચી કેન્સરનું જોખમ ઘટાડી શકે છે.લીચીના અર્કમાં કેટલાક સંભવિત કેન્સર વિરોધી ગુણધર્મો છે, જે શરીરમાં ઘણા પ્રકારના કેન્સરના કોષોને વધતા અટકાવી શકે છે.જો કે, આ અંગે ઘણો અભ્યાસ કરવામાં આવ્યો છે. ઉનાળાની ઋતુમાં પુષ્કળ પ્રમાણમાં લીચીનું સેવન કરવું એ સરીર માટે ફાયદા કારક છે.
પાચનતંત્રને રાખે છે સ્વસ્થ
લીચીમાં ડાયેટરી ફાઈબર હોવાથી તે મળને ઢીલું કરવામાં મદદ કરે છે.તેમજ લીચી પાચન સંબંધિત સમસ્યાઓ ઘટાડે છે. ખોરાકને પસાર કરવાની પ્રક્રિયામાં વધારો કરે છે, જેના કારણે ખોરાક પાચન ઝડપથી થાય છે. કબજિયાત અને જઠરાંત્રિય સમસ્યાઓથી પરેશાન દર્દી માટે લીચીનું સેવન ફાયદાકારક છે.
લીચી શક્તિને મજબૂત કરવામાં ઉપયોગી
રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તે વારંવાર બીમાર પડતા હોય છે.આવી સ્થિતિમાં વિટામિન c થી ભરપૂર લીચી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે. આ સાથે વિટામિન સીથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવાથી સ્ટ્રોકનો ખતરો પણ ઓછો થાય છે. તમે વારંવાર શરદી, ઉધરસ, શરદી, તાવ વગેરેથી પણ સુરક્ષિત રહેશો.