પલાળેલી બદામના ફાયદા તો તમને બધાને જાણકારી હશે પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે બદામ કરતાં પણ વધારે ગુણકારી ચણા હોય છે. પલાળેલા ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ હોય છે, જે બીમારીઓની સામે લડવામાં મદદ કરે છે. આનાથી લોહી પણ સાફ થાય છે જે સુંદરતા વધારવામાં પણ મદદ કરે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો રોજ નાસ્તામાં ચણા ખાવા જોઈએ.જાણો, પલાળેલા ચણાના અન્ય લાભ…
શરીરને સૌથી વધારે પોષણ પલાળેલા કાળા ચણાં ખાવાથી મળે છે. ચણામાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ અને ક્લોરોફિલ હોય છે, સાથે જ ફોસ્ફરસ જેવા મિનરલ્સ પણ હોય છે, જેનાથી શરીર બીમારીઓથી દૂર રહે છે. રોજ સવારે પલાળેલા ચણા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આખી રાત ચણા પલાળી રાખો અને સવારે બે મુઠ્ઠી ખાઓ.
જો તમને ડાયાબિટીસ છે તો તમારા ભોજનમાં ફણગાવેલા ચણા ઉમેરો. 25 ગ્રામ કાળા ચણાને રાતે પલાળી દો અને સવારે ખાલી પેટ ખાવાથી ડાયાબિટીસની દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે.આ સિવાય સવારે ચણામાં આદુ, જીરું અને મીઠું નાખીને ખાવાથી કબજિયાત અને પેટના દુખાવામાં પણ રાહત મળે છે.
ફણગાવેલા ચણાના સેવનથી વજન ઉતારવામાં મદદરૂપ થાય છે,. જો નિયમિતપણે ચણા ખાવાની આદત રાખશો, તો તમારું વજન કંટ્રોલમાં રહેશે અને લોહી પણ સાફ રહેશે
જો તમે આખો દિવસ એનર્જી જાળવી રાખવા માંગો છો તો શરીરની તાકાત વધારવા માટે ફણગાવેલા ચણામાં લીંબુ, આદુના ટુકડા, મીઠું નાખીને સવારે નાસ્તામાં ખાઓ. ચણાં ચાવીને ખાવા જોઈએ.