પુરૂષો બેલ્ટ ફિટિંગ માટે પહેરે છે કે સ્ટાઇલ માટે એ જાણીએ

પહેલાંના જમાનામાં ટ્રાઉઝર ફિટિંગવાળાં નહોતાં આવતાં. ટ્રાઉઝર લૂઝ થઈ લો વેસ્ટ સુધી ન આવે એ માટે બેલ્ટ પહેરવામાં આવતો જેથી કરી ટ્રાઉઝર કમરથી ટાઇટ રહે અને નીચે ન ઊતરી જાય. પહેલાં માત્ર ફિટિંગ માટે જ બેલ્ટ પહેરવામાં આવતા, પરંતુ હવે ફિટિંગ સાથે સ્ટાઇલ માટે પણ પહેરવામાં આવે છે. બેલ્ટ હવે માત્ર બ્લેક અને બ્રાઉન પૂરતા જ સીમિત નથી રહ્યા, પરંતુ અલગ-અલગ કલર અને જુદા-જુદા ટેક્ષ્ચરમાં મળે છે. જેમ કે લેધર, રેક્ઝીન, કલોથ અને ટ્વિસ્ટેડ. આમ તો ઘણા પ્રકાર આવે છે બેલ્ટમાં, પરંતુ  આ ચાર બેલ્ટ કોમન છે જે દરેક પુરુષ પાસે હોવા જ જોઈએ.

લેધર

લેધર બેલ્ટ એવરગ્રીન છે. એ ક્યારે પણ આઉટ ઑફ ફેશન નથી થતા. લેધર બેલ્ટમાં બ્લેક, બ્રાઉન, બેજ અને ટેન કલર આવે છે. તમારા આઉટફિટ પ્રમાણે તમે બેલ્ટનો કલર સિલેક્ટ કરી શકો. જેમ કે બ્લેક ટ્રાઉઝર સાથે બ્લેક બેલ્ટ જ સારો લાગશે, પરંતુ જો તમારે બ્રાઉન લેધર બેલ્ટ પહેરવો હોય તો બેજ અથવા લાઇટ ગ્રે કલરના ટ્રાઉઝર  સાથે પહેરી શકાય. હંમેશાં બેલ્ટ અને શૂઝનો કલર મેચ કરી એક બેલેન્સ લુક મેઇન્ટેન કરવો. જેમ કે બેજ કલરના ટ્રાઉઝર સાથે વાઇટ શર્ટ પહેરવું. આ કોમ્બિનેશન સાથે બ્લેક અને બ્રાઉન એમ બન્ને બેલ્ટ સારા લાગી શકે. જો તમારે બેજ કલરના ટ્રાઇઝર સાથે વાઇટ શર્ટ પહેરી બ્લેક બેલ્ટ પહેરવો હોય તો એની સાથે બ્લેક શૂઝ પહેરવાં અને જો બ્રાઉન બેલ્ટ પહેરવો હોય તો બ્રાઉન શૂઝ પહેરી લુક મેઇન્ટેન કરી શકાય. લેધર બેલ્ટ ઑફિસવેઅર માટે પર્ફેક્ટ છે. જો તમે લાઇટ કલરનું ટ્રાઉઝર પહેર્યું હોય તો એની સાથે ડાર્ક કલરનો બેલ્ટ પહેરવો અને જો ડાર્ક કલરનું ટ્રાઉઝર પહેર્યું હોય તો એની સાથે લાઇટ કલરનો બેલ્ટ પહેરવો.

રેક્ઝીન

રેક્ઝીન  બેલ્ટ  લેધર બેલ્ટની ફર્સ્ટ કોપી છે એમ કહી શકાય. રેક્ઝીન બેલ્ટને લેધર બેલ્ટ જેટલો મેઇન્ટેન નથી કરવો પડતો અને લેધર બેલ્ટ જેટલો મોંઘો પણ નથી હોતો. રેક્ઝીન બેલ્ટમાં મોટા ભાગે બધા જ કલર આવે છે તેમ જ ક્લોથ સાથે મિક્સ ઍન્ડ મેચ પણ કરવામાં આવે છે. કોલેજ-ગોઇંગ યુવક માટે રેક્ઝીન બેલ્ટ બેસ્ટ ઑપ્શન છે. અલગ-અલગ ડેનિમ કે કાર્ગો સાથે મિક્સ ઍન્ડ મેચ કરવા માટે  અલગ-અલગ  બેલ્ટ વસાવી શકાય.

કલોથ બેલ્ટ

ક્લોથ બેલ્ટ મોટા ભાગે કેન્વસ ફેબ્રિકમાંથી બનાવવામાં આવે છે. ક્લોથ બેલ્ટ ખાસ કરીને કેઝ્યુઅલ લુક આપે છે એથી જ મોટા ભાગે કાર્ગોસમાં અને કની લેન્ગ્થ શોટ્ર્સમાં કેન્વસ બેલ્ટ પહેરી શકાય. કેન્વસ બેલ્ટ બધા જ કલરમાં આવે છે અને આગળ સ્ટીલનું બકલ હોય છે અથવા ગોળ કડી હોય છે. તમારી કમરના  હિસાબે લૂઝ-ટાઇટ કરી શકાય. કેન્વસ બેલ્ટ બે અથવા ત્રણ કલરના કોમ્બિનેશનમાં પણ આવે છે. ડિપેન્ડિંગ કે તમારે કેવી રીતે પહેરવો છે. યંગ યુવકો માટે એક ઉત્તમ ઑપ્શન છે અથવા તો જ્યારે પિકનિક જવાનું હોય ત્યારે કેઝ્યુઅલ લુક માટે કેન્વસ બેલ્ટ પહેરી શકાય.  ક્લોથ બેલ્ટમાં પ્લેન બેલ્ટનો તો ઑપ્શન આવે જ છે, પરંતુ એમાં થોડું વેરિએશન પણ આવે છે. જેમ કે ટ્વિસ્ટેડ. ટ્વિસ્ટેડ એટલે એક ફેબ્રિક વડે અથવા બે કે ત્રણ ફેબ્રિક વડે એને ચોટલાની જેમ ગૂંથવામાં આવે છે. ટ્વિસ્ટેડ બેલ્ટ રેગ્યુલર બેલ્ટ કરતાં અલગ લુક આપે છે. જ્યારે કંઈક અલગ ટ્રાય કરવું હોય ત્યારે ટ્વિસ્ટેડ બેલ્ટ પહેરી શકાય. વાઇટ બેલ્ટ પહેરવા માટે એક ચોક્કસ ફંક્શનની જરૂર હોય છે તેમ જ પર્ફેક્ટ આઉટફિટની. જો તમે વાઇટ બેલ્ટ સાથે વાઇટ શૂઝ પહેરવા માગતા હો તો ખાસ ધ્યાન રાખવું કે આંધળું અનુકરણ કરવું નહીં. જો તમે આ સ્ટાઇલ કેરી કરી શકવાના હો તો જ કોમ્બિનેશન પહેરવું લેધર બેલ્ટમાંથી લેધર અમુક સમય પછી નીકળવા માંડે છે એથી એને મેઇન્ટેન કરવો પડે છે. જેમ કે ચોમાસામાં લેધર પર ફૂગ ચડવા લાગે છે. એથી લેધર બેલ્ટ પર થોડું તેલ લગાડી દેવું જેથી બેલ્ટની મોઇર જળવાઈ રહે  જ્યારે તમે શર્ટ ઇન્ટક કરવાના હો ત્યારે ખાસ કરીને બેલ્ટ પહેરવો. બેલ્ટને લીધે એક કમ્પ્લીટ લુક આવે છે. બેલ્ટ એ પુરુષોની ફેશન-ઍક્સેસરી કહી શકાય. બેલ્ટ માત્ર ફિટિંગ માટે જ ન પહેરવો, પરંતુ એને  સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ બનાવી શકાય.  ચોમાસા પછી જ્યારે બેલ્ટ પહેરવો હોય ત્યારે સૌપ્રથમ બેલ્ટને લૂછવો, નહીં તો તેલવાળા ડાઘ ટ્રાઉઝર પર લાગવાની શક્યતા છે.પાર્ટી માટે ફેન્સી બેલ્ટ અથવા શિમર બેલ્ટ પહેરી શકાય.

શિમર બેલ્ટ માત્ર હાઇલાઇટિંગ પૂરતો જ પહેરવો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.