હવામાં 120 ફીટ ઉંચાઈ પર લોકોને ભોજનની મીજબાનીનો આનંદ આપતુ સ્કાય ડાઈનીંગ જર્મન સેફ્ટી નોર્મસથી સજજ
રંગીલા રાજકોટના આંગણે વિશ્વ વિખ્યાત એડવેન્ચરસ રેસ્ટોરેન્ટ ‘સ્કાય ડાયનીંગ’નો શુભારંભ થયો છે. 120 ફૂટ હવામાં ખોરાકની લીજ્જત માણવાનો રાજકોટવાસીઓને અવસર મળ્યો છે. સમગ્ર પ્રોજેક્ટમાં સુરક્ષાના નિયમો અત્યાધુનિક છે.
રાજકોટ આઉટ ઓફ ધ બોકસ ખાતે સ્કાય ડાઈનીંગ શરૂ કરાયું છે. ભારતમાં માત્ર બેંગ્લોર અને ગોવામાં જોવા મળતું એડવેન્ચરસ રેસ્ટોરેન્ટ સ્કાય ડાઈનીંગ હવે રાજકોટમાં ખાસ રાજકોટીયન અને પર્યટકો માટેનું આકર્ષિત કેન્દ્ર બન્યું છે.
સ્કાય ડાઈનીંગમાં જમીનથી 120 ફૂટ ઉપર હવામાં લોકોને મનોરંજન સાથે ભોજન પીરસવામાં આવે છે. સંપૂર્ણ પણે ખુલ્લુ અને જર્મન ટેકનોલોજીથી સુરક્ષીત અને સજજ 360 ડીગ્રીએ હવામાં ફરતું હોય છે. તેમજ 120 ફૂટની હાઈટ પરથી ન્યારી લેકનાં સુંદર દ્રશ્યો જોવા મળતા હોય છે.
વિશ્વ ભરના 54 દેશોમાં આ પ્રોજેકટ હાલ ચાલી રહ્યો છે અને અત્યાર સુધી કોઈ હાની પહોચી નથી છેલ્લા 20 વર્ષથી આ પ્રોજેકટ મલેશીયા, ચાઈના, દુબઈમાં પણ ચાલી રહ્યો છે. ભારતનાં બેંગ્લોર બાદ હવે રાજકોટમાં આ એડવેન્ચરસ રેસ્ટોરેન્ટનો લોકો આનંદ માણી શકશે.
જર્મનીના સેફટી નોર્મસ સાથે સજજ સ્કાય ડાઈનીંગ:
રાજુભાઈ કાલાવાડિયા સ્કાય ડાઈનીંગ ઓનર
સ્કાઈ ડાઈવીંગના ઓનર રાજુભાઈ કાલાવાડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સ્કાય ડાઈવીંગનો આ પ્રોજેકટ સૌ પ્રથમ તેમણે બેંગ્લોરમાં ચલાવેલો છે અને ત્યારબાદ ગોવામાં પણ કરવામાં આવ્યુ છે. 120 ફીટ હવામાં આ ડાઈવીંગ ગોઠવવામાં આવ્યું છે. જેમાં સેફટી નોમર્સ જર્મનીનાં પાડવામાં આવે છે. આ પ્રોજેકટ હાલ 54 દેશોમાં ચાલે છે. અને અત્યાર સુધી કયાંય કોઈ પ્રકારની હાની છેલ્લા 20 વર્ષથી પહોચી નથી. આ પ્રોજેકટ મલેશીયા, ચાઈના અને દુબઈમાં પણ ચાલે છે. બેંગ્લોર બાદ તે રાજકોટમાં હવે લાવવામાં આવ્યું છે.
રાજકોટની જનતાને સ્કાય ડાઈનીંગની જાજરમાન ભેટ: આઉટ ઓફ ધ બોકસ: વિપુલ પાનસુરિયા
વિપુલભાઈ પાનસુરિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે તે ટુરિસ્ટ માટે ખૂબ સારૂ રહેશે. આઉટ ઓફ ધ બોકસે રાજકોટને ઘણું બધુ નવું આપ્યું છે. અને હવે સ્કાય ડાઈનીંગ જે રાજકોટની પબ્લીક માટે એક નવી વસ્તુ રહેશે. આ ખૂબજ એકસાઈટીંગ રહેશે. આ અવનવા પ્રયોગમાં 4 સેશન્સ રાખવામાં આવ્યા છે. જેમાંથી 2 સેશન્સ મોકટાઈલ્સ માટે રાખવામાં આવ્યા છે જે 30 મીનીટના છે. અને બાકીનાં 2 ડીનર માટેના છે. જે 45 મીનીટસના છે અને 1 સેશનમાં 22 સીટીંગનું અરેન્જમેન્ટ રાખવામા આવ્યું છે.
પરિવારના સભ્યો સાથે એક અવનવો એડવેન્ચરસનો અનુભવ છે: મનોહરસિંહ જાડેજા (નાયબ પોલીસ કમિશ્નર ઝોન-2)
રાજકોટના ઝોન-2ના નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સ્કાય ડાઈનીંગ એ રાજકોટ માટે એ અવનવી ભેટ છે. તેઓએ સ્કાય ડાઈનીંગના ઓપનીંગમાં પહેલા સ્લોટનો પરિવાર સાથે અનુભવ લીધો હતો. તેમણે જણાવ્યું હતુ કે બાળકો અને પરિવારનાં સભ્યો માટે એક અવનવો એડવેન્ચરસ અનુભવ છે.
હવામાં ડીનર કરવું એક અદભૂત અનુભવ છે: ડો. નયનભાઈ કાલાવાડિયા
લોકડાઉન બાદ રાજકોટની જનતાને સ્કાય ડાઈનીંગની અવનવી ભેટ આપવામાં આવી છે. લોકોએ કયાય હીલ સ્ટેશન, રીવર વગેર જગ્યંઓ પર તો ડીનર કર્યા હશે. પણ આકાશની ઉપર હવામા ડીનર કરવું એ એક નવો એકસપીરીયન્સ છે. વધુમાં બાજુમાં ન્યારી ડેમની વોટર બોડી હોવાથી તેનો અદ્ભૂત દ્રશ્ય દેખાય છે.