સામાન્ય રીતે સમુદ્રોની લહેરો આપણને પ્રફૂલ્લિત કરી દે છે અને આપણને અંદર છલાંગ મારવાનું પણ મન થાય છે. જો કે, આપણને ખબર હોય છે કે, સમુદ્રની લહેરો ખતરનાક પણ સાબિત થઇ શકે છે. પરંતુ, જે લોકોને તરતા નથી આવડતું તેવા લોકો પણ ઘણીક વખત તો સમુદ્રમાં ડૂબતી મારવાનું વિચારતા હોય છે. જો કે, ઇઝરાયલ અને જોર્ડનની વચ્ચે આવેલા એક સમુદ્રમાં કોઇપણ વ્યક્તિ આસાનીથી ડૂબતી મારી શકે છે કારણ કે, આ સમુદ્રમાં કોણપણ ડૂબી શકતું નથી.
ઇઝરાયલ અને જોર્ડનની વચ્ચે ડેડ સી નામનું એક સમુદ્ર આવેલું છે. આ સમુદ્રની ખાસિયત એ છે કે, તેમાં કોઇ ડૂબી શકતા પણ નથી. કારણ કે સમુદ્રનું પાણી એટલું ખારું છે કે, માણસ તો શું, તેમાં કોઇ કાંકરા પણ ડૂબી શકતા નથી. વધુ મીઠું હોવાના કારણે આ સમુદ્રની આસપાસ કોઇ વૃક્ષો પણ નથી. આ સમુદ્રમાં ન ડૂબવાના કારણે પર્યટકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. લોકો સમુદ્રમાં છલાંગ લગાવીને કલાકો સુધી પાણીમાં પડ્યા રહે છે. સમુદ્રમાં ડૂબતા-ડૂબતો કોઇ અખબાર વાંચતો જોવા મળે છે કે, તો કોઇ સમુદ્રમાં બેસીને પસંદગીની નવલકથા વાંચતા નજરે પડે છે.
જો કે, વધુ મીઠાની સાથે સાથે આ સમુદ્રમાં મોટી સંખ્યામાં મિનરલ્સ પણ જોવા મળે છે. લોકોનું એવું પણ માનવું છેકે, ડેડ સીમાં ન્હાવાથી વર્ષો જૂના રોગો પણ મટી જતા હોય છે. ઉલ્લેખનીય છે કે, ડેડ સી ઉપરાંત આ સમુદ્ર સોલ્ટ સી ના નામથી પણ ઓળખાય છે.