કેપનહેગનમાં રમાયેલી બેલ્જિયમ અને ડેનમાર્ક વચ્ચેના યુરોકપના મેચમાં એક તબક્કે બેલ્જિયમ અને ડેનમાર્ક બંને સમકક્ષ પરિસ્થિતિમાં હતા પરંતુ કેવિન બ્રાયનના પ્રદર્શને બેલ્જિયમને ૨-૧થી જીત તો અપાવી જ છે પરંતુ લાસ્ટ-૧૬ માં પણ પ્રવેશ અપાવ્યો છે.
કેવિન બ્રાયનના પ્રદર્શને બેલ્જિયમને ૨-૧થી જીત અપાવી
મેચમાં ડેનમાર્ક અને બેલ્જિયમ બન્નેનો સ્કોર ૧-૧ હતો. ત્યાંરે ઇન્ટરવલ દરમિયાન કેવિન બ્રાયનને ગોલ મારી બેલ્જિયમને મેચમ મજબૂત પકડ અપાવી હતી અને અંતે બેલ્જિયમની જીત થઇ હતી. એક તબક્કે મેચ ખુબ જ રોમાંચિત થઈ ગયો હતો. બંને ટીમોનો સ્કોર એક સરખો હોવાથી પ્રેક્ષકોમાં પણ કુતુહલતા જામી હતી ત્યારે બ્રાયન આ પ્રદર્શનને બેલ્જિયમને જીત અપાવી છે.
કેવીનના ગોલથીથી યુરોકપની લાસ્ટ-૧૬ માં પહોંચનારી બીજી ટીમ બેલ્જિયમ બની ગઈ છે. ૭૪મી મિનિટમાં આ બનાવ બન્યો હતો. જો કે દેનમાર્કે મેચ દરમિયાન ક્યારેય પણ હાર માની નથી. સ્ટ્રાઈકર માર્ટીને ગોલ મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો જોકે તે ચૂકી ગયો હતો.
બેલ્જિયમની ટીમ હાલ ગ્રૂપ બી માં છ પોઇન્ટ સાથે ટોચના સ્થાને પહોંચી ગઈ છે અને લાસ્ટ-૧૬માં તેમણે સ્થાન પણ બનાવી લીધું છે. હાલ ડેનમાર્કની ટીમે લાસ્ટ-૧૬ પહોંચવા માટે વધુ પોઇન્ટની જરૂરિયાત છે અને હવે આગામી રશિયા સામેની મેચમાં બેલ્જિયમની ટીમે ફરજિયાતપણે જીત હાંસલ કરી પોઇન્ટ વધારવાની તાતી જરૂરિયાત છે.