બેલ્જીયમ સાથે ૩-૨થી પરાજય મેળવતા વર્લ્ડ કપની રેસમાંથી જાપાન આઉટ
ફૂટબોલના સ્ટાર ખેલાડીઓ ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને લિયેનિલ મેસી હાઈપ્રોફાઈલ સ્પોર્ટસ પર્સન ટીમો હારીને વર્લ્ડ કપની રેસની બહાર થઈ ચૂકયા છે. ત્યારે આજે મેકિસકો સામેની મેચમાં બ્રાઝીલના સુપર સ્ટાર નેમાર પર દબાણ રહેશે. સાઉથી અમેરિકાની ટીમો વચ્ચે આજે મુકાબલો યોજાશે. જયારે જાપાન સાથેની મેચમાં બેલ્જીયમનો વિજય થયો છે. હવે બેલ્જીયમ અને બ્રાઝિલની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો થશે. બ્રાઝીલ ૧૯૯૪થી લઈને અત્યાર સુધીના ૬ વર્લ્ડ કપમાં કવોટર ફાઈનલ સુધી પહોચ્યા છે. બ્રાઝીલ છેલ્લી ૧૪માંથી એક પણ મે હાર્યુ નથી. તેઓ ૧૦ મેચ જીત્યા છે. અને ચાર ડ્રો કરી છે. તોબીજી તરફ બેલ્જીયમ કુલ ૧૧ નોટ આઉટ મેચો રમ્યું છે. અને તેમાંથી તેઓ માત્ર બે જ જીત્યા, આઠ હાર્યા છે.અને એક ડ્રો કરી છે. બેલ્જીયમ છેલ્લી ૨૨ મેચથી અજેય છે. તેઓ ૧૭ મેચ જીત્યા છે. અને પાંચ ડ્રો કરી છે.