તાલુકાના નાની-મોટી ચણોલ ગામે ગેલા પ્રેમજી જખાણીયા તથા કિરણ સવજી વાઘેલીયા માલીકીની જમાતમાં તેતરનાં શિકાર કરતા તેમને રંગે હાથે પડકતા વનવિભાગના અધિકારીઓ બ્રી એન. એસ. ખફીક રાઉન્ડ ફોરેસ્ટર પડધરી તથા વિજયસિંહ જાડેજાએ ગુપ્ત બાતમીના આધારે આ આરોપીને પકડી પાડેલ છે.
તેમની પાસેથી હિરો હોન્ડા મોટર સાઇકલ પકડી અને તેની ડેકી તપાસતા તેમાંથી 2 મૃત અવસ્થામાં તેતર મળી આવેલ છે.
જે અંગે ગુન્હો નોંધી ન્હોમતદારને પકડી વન્ય જીવ અધીનિયમ-1972ની કલમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી અને આ તેતર પક્ષી અનસુચી-4માં આવતું હોવાથી તેમની પાસેથી એડવાન્સ રીક્વરી પેટે 15,000/- રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવેલ છે. તેમજ તેમની પાસેથી મળેલ બે જીવતા તેતર પક્ષીઓને વન વિભાગની નારણકા નર્સરીએ લાવીને પેચરોજ કામ કરીને તેને મુક્ત કરવાની કાર્યવાહી વનવિભાગ દ્વારા કરવામાં આવી છે.