પાંચ-ચોરીનો ભેદ ઉકેલાયો: બંને શખ્સો ૧૪ દિવસના રિમાન્ડ પર
દીવના કોસ્ટલ વિસ્તારના તડ ચેક પોસ્ટ પાસેથી બેલડીને ઝડપી લઈ છ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી વધુ તપાસ માટે ૧૪ દિવસની રિમાન્ડ પર સોંપવા અદાલતે હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ દીવમાં વધતી જતી ચોરીના બનાવોને ડામી દેવા અને વણ ઉકેલ બનાવો શોધી કાઢવા એસ.પી. હરેશ્ર્વર સ્વામીએ આપેલી સૂચનાને પગલે કોસ્ટલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પુનિત મીણા અને હેડ કોન્સ્ટેબલ વિજય રાઠોડ સહિતનો સ્ટાફ તડ ચેક પોસ્ટ પાસે પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.
તડ ચેક્ પોસ્ટ પાસે પેટ્રોલિંગ મા હતા તે દરમિયાન બે વ્યક્તિઓ નામે નરેશ નાનજીભાઈ વાઘેલા અને વીજુડાં વિનોદભાઇ મેઘાભાઈ બંન્ને રહેવાસી. ગામ. ફાટસર ,તા, ઉના , ગુજરાત વાળાઓ શંકાસ્પદ હાલતમાં જોવા મળતા તેમની તપાસ કરતાં તેમની પાસેથી ફરિયાદીનો તેમજ અન્ય પાંચ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ જે બાબતમાં કડકાઇથી પૂછપરછ કરતાં ઉપરોક્ત આરોપીઓએ તમામ મોબાઇલ ફોનની ચોરી કબુલ કરેલ.
તમામ આરોપીઓને નામદાર દીવ કોર્ટમાં રજૂ કરતાં બંન્ને આરોપીઓને ૧૪ દિવસની ન્યાયિક હીરાસત માં અમરેલી જેલ માં મોકલી આપેલ છે.