મેરા બુથ સબસે મજબૂત અંતર્ગત વડાપ્રધાને દેશભરમાં ૧૫ હજાર સ્થળોએ કાર્યકર્તા, પ્રબુધ્ધ નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો
આ પરીક્ષાની ઘડી છે અંતિમ ઘડીમાં પરીક્ષાની પરાકાષ્ઠા સર્જીને નવા ભારતના નિર્માણનો સંકલ્પ કરવા બુથ કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું
લોકસભાની ચૂંટણી અન્વયે કેન્દ્રની યોજના અનુસારસ મગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના કાર્યકર્તાઓ, શુભેચ્છકો, વરિષ્ઠ નાગરિકો, બુધ્ધિજીવી તજજ્ઞો સાથે નમેરા બુથ સબસે મજબુતથ કાર્યક્રમ અંતર્ગત ઐતિહાસીક સીધા સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિધાનસભા ૬૮માં સંત કબીર રોડ પર ભોજલરામની વાડી ખાતે, વિધાનસભા ૬૯માં હરીહર સોસાયટીમાં હરીહર હોલ તથા વિધાનસભા ૭૦-૭૧માં કાંતા સ્ત્રીવિકાસ ગૃહ પર રાણીગા વાડી ખાતે મેરા બુથ સબસે મજબુત અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે કાર્યકર્તાઓ, શુભેચ્છકો, બુધ્ધિજીવીઓનો સીધો સંવાદ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેરના પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, કિશોર રાઠોડ, રાજકોટ લોકસભા સીટના વિસ્તારક ભરતભાઈ ડેલીવાળા, પૂર્વ મેયર જનકભાઈ કોટક, કશ્યપ શુકલ, કાશ્મીરાબેન નથવાણી, ડો. જૈમન ઉપાધ્યાય સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે લાઈવ વીડીયો કોન્ફરન્સ થકી દેશભરનાં ૧૫ હજારથી વધુ સ્થળોએ ૧ કાર્યકર્તાઓ, પ્રબુધ્ધ નાગરીકોને સંબોધતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતુ કે વર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર દેશ એક તાંતણે બંધાઈ ભારતીય સેનાનો જુસ્સો બુલંદ કરે, ભારતમાતાના ચરણોમાં સૌ સાથે મળીને એક મજબુતીની માળા સમર્પિત કરીએ ત્યારે આગામીબે માસમાં જ દેશમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે કાર્યકર્તાઓ માટે આ પરીક્ષની ઘડી છે, અંતિમ ઘડીમાં પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી, નયા ભારતના નિર્માણનો સંકલ્પ કરવા બુથ કાર્યકર્તાઓને માર્ગદર્શન પાઠવેલ હતુ. વિશ્વનું સૌથી મોટુ સંગઠન હોવાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની જવાબદારી વિશેષ બની રહે છે. ત્યારે મેરા પરિવાર ભાજપા પરીવારમાં સમાજના દરેક વર્ગને જોડી બુથનો એક કાર્યકર્તા ૧૦ પરિવારોને સરકારી યોજનાઓ સાથે જોડી તેને માહિતગાર કરે એ માટે માર્ગદર્શન આપ્યું હતુ.
આગામી ચૂંટણીમાં બુથસૈનિકોની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેશે ૨૦૧૯ની ચૂંટણી દેશની આકાંક્ષાઓ પૂર્ણ કરનારી બની રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, મહેશ રાઠોડ, યોગેશ ભુવા, વિપુલ માખેલા, નિલેશ ખુંટ, સંજય ચાવડા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.