રાજકોટ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટીઓ સાથે ‘અબતક’નો સંવાદ: પશુઓના નિભાવ માટે રાજકોટ જિલ્લામાં રિઝર્વ રાખેલ 3ર હજાર એકર જેટલી જમીન માંથી માંગણી કરી એમાં ઘાસચારો ઉગાડી દાન માટે હાથ લંબાવવો ન પડે તેવું દુરંદેશી આયોજન કરવા આહવાન

રાજકોટની 1રપ વર્ષ જુની રાજકોટ મહાજન પાંજરાપોળમાં પાંચ હજારથી વધુ અબોલ જીવોની નિ:સ્વાર્થ સેવા થઇ રહી છે. પાંજરાપોળની પ્રવૃતિ સમસ્યા અને યોજનાર કાર્યક્રમ અંગે ‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા રાજકોટ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટીઓ પદાધિકારીઓએ વિશેષ વિગતો આપી હતી.

DSC 8841

પાંજરાપોળમાં અબોલ જીવોને સાચવવા સાંપ્રત સમયમાં મુશ્કેલ બન્યું છે. હાલ આ પાંજરાપોળમાં પાંચ હજારથી વધુ પશુઓનો નિભાવ થઇ રહ્યો છે. અને આ નિભાવ માટે દૈનિક દોઢ લાખનો માતબર ખર્ચ થઇ રહ્યો છે. પાંજરાપોળમાં રહેલા પાંચ હજારથી વધુ પશુઓને અપાતા ઘાસનો મોટો પ્રશ્ર્ન છે. ત્યારે પશુઓને અપાતો ઘાસચારો વેચાતો લેવા કરતા પાંજરાપોળોએ આત્મ નિર્ભર બની પોતાની જમીનમાં આ ઘાસચારો ઉગાડવો એ સમયની માંગ છે તેથી ‘અબતક’ ના મેનેજીંગ એડીટર સતીષકુમાર મહેતાએ પાંજરાપોળના સંચાલકોને અનુરોધ કર્યો હતો.

ઘાસ સસ્તુ થઇ જાય તો પશુઓને પશુ માલિકો જ નિભાવી લેશે. જિલ્લામાં 3ર હજાર એકર જેટલી જમીન સરકારે પશુઓ માટે રિઝર્વ રાખી છે તેની પાંજરાપોળના આયોજકોએ પશુઓ માટે ઘાસચારો ઉગાડવા માટે માંવણી કરવી જોઇએ. સૌરાષ્ટ્રનો એકપણ પશુ ભુખ્યો ન રહે એ માટે જીવદયા પ્રેમીઓ સક્રિય છે જે પરંતુ પશુ નિભાવ માટે દાનનો હાથ લાંબો કરવો ન પડે એ માટે પોતાની માલીકીની જમીનમાંજ ઘાસ ઉગાડી પાંજરાપોળોએ આત્મનિર્ભર બનવાની જરુરીયાત છે તેમ ‘અબતક’ મીડીયાના મેનેજીંગ એડીટર સતીષકુમાર મહેતાએ પાંજરાપોળના ટ્રસ્ટીઓ સાથેની ચર્ચામાં જણાવ્યું હતું.

રિયાંશના પ્રથમ જન્મદિવસ નિમિતે ગૌમાતાઓને પ6 ભોગ અન્નકોટ અર્પણ કરાશે

માતુશ્રી મીનાક્ષીબા વસંતલાલ બાટવીયા પરિવારના સુધીરભાઇ બાટવીયા તથા મુકેશભાઇ બાટવીયાનું રવિવારના રાજકોટ મહાજનની પાંજરાપોળમાં આયોજન

જીવદયાપ્રેમી જૈન અગ્રણી રાજકોટ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી અને વિતરાગ જવેલર્સના મુકેશભાઇ બાટવીયાના પૌત્ર રિયાંશ અંકિતભાઇ બાટવીયાના પુત્રના પ્રથમ જન્મદિવસ ની ઉજવણીમાં શાકોત્સવ, ધાનોત્સવ, કઠોળોત્સવ, ફળોત્સવ એટલે કે બધા જ પ્રકારના કઠોળ, બધા જ પ્રકારના ફળ અને બધા જ પ્રકારના ધાન ને ગૌમાતાઓને અન્નકોટ ધરી અર્પણ કરવાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે તથા ગૌમાતાઓને શણગાર કરી પૂજન કરી ત્યારબાદ અન્નકોટ અર્પણ કરવામાં આવનાર છે.

તા.14 રવિવારના રોજ સવારે 9.30 કલાકથી રાજકોટ મહાજનની પાંજરાપોળમાં રાખવામાં આવેલ છે તથા કસ્તુરબા આશ્રમ માનવ મંદિર ત્રંબા ખાતે મંદબુઘ્ધિના બાળકોને જમાડવાનું આયોજન તથા અર્હમ ગ્રુપ દ્વારા ઝુંપડપટ્ટીમાં જમાડવાનું સુંદર આયોજન અને શ્ર્વાનોને દુધ રોટલી, પક્ષીઓને ચણ, માછલાઓને લોટની ગોળી અર્પણ કરવામાં આવશે.

મુકેશભાઇ 1રપ વર્ષ જુની રાજકોટ મહાજનની પાંજરાપોળમાં ખુબ જ ભાવથી અને સાચા હ્રદયથી પ000 અબોલ જીવોની સેવા માટે દિવસ-રાત તત્પર રહેતા હોય છે. જીવદયાની પ્રવૃતિઓમાં જોડાઇ નાના મોટા તથા યુવા વર્ગને હરહંમેશ જોડતા રહે છે. ‘મૈં નહી તુ’, ‘મે નહી હમ’ ની ભાવનામાં તેવો માને છે. આ અગાઉ મુકેશભાઇ બાટવીયાએ સૌરાષ્ટ્ર તેમજ રાજકોટના દરેક વૃઘ્ધાશ્રમના 300 વૃઘ્ધોને બસની વ્યવસ્થા કરાવી પારસ કોમ્યુનીટી હોલમાં બોલાવી સવારે ચા-નાસ્તો  બપોરે જમવાનું ઉપર એે.સી. હોલમાં આરામની વ્યવસ્થા સાથ લાઇવ જુના ગીતોની યાદગાર સફર મ્યુઝીકલ પાર્ટી તથા સાંજે બધાને જમાડી યાદગાર ભેટ સર્વેને આપેલ. એક દિવસ માટે બધા જ વૃઘ્ધ માતા-પિતાના દીકરા બની ગયેલા હતા.

રવિવાર તા.14-8 ના પાંજરાપોળના કાર્યક્રમમાં સહકાર આપનાર સુમનભાઇ કામદાર, શ્રેયાંસભાઇ વિરાણી, કરણભાઇ શાહ, સુધીરભાઇ બાટવીયા, મુકેશભાઇ બાટવીયા (મો. નં. 98244 39339) પંકજભાઇ કોઠારી, બકુલેશભાઇ મોદી, અર્હમ ગ્રુપના હિતેનભાઇ મહેતા, તુષારભાઇ મહેતા, સેતુરભાઇ દેસાઇ, મીતલભાઇ ખેતાણી, પ્રતિકભાઇ સંઘાણી, અંકીતભાઇ બાટવીયા મો. ન.94291 66996, વિવેકભાઇ બાટવીયા, દોલતસિંહભાઇ ચૌહાણ, પ્રકાશભાઇ મોદી, નિરવભાઇ સંઘવી, હર્ષદભાઇ મહેતા, હીતેશભાઇ દોશી, ભરતભાઇ બોરડીયા, અરુણભાઇ નિર્મળ, રમેશભાઇ દોમડીયા, હરીશભાઇ હરીયાણી, હરેશભાઇ દોશી, વિરેન્દ્રભાઇ સંઘવી, સમીરભાઇ કામદાર, દિનેશભાઇ મોદી, મનહરલાલ બલદેવ, ચંદુભાઇ ગોળવાળા, દોલતસિંહ ચૌહાણ, ધવલભાઇ દોશી પાંજરાપોળનો સ્ટાફ ભાવેશભાઇ જલુ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

તમામ જીવો શાકહારી થાય એવું આયોજન: મુકેશભાઇ બાટવીયા

DSC 8837

જીવદયા પ્રેમી મુકેશભાઇ બાટવીયાએ જણાવ્યું હતું કે આપણે જેમ વિવિધ ભોગ આરોગીએ છીએ તેમ પશુઓ પણ વિવિધ જાતના ભોજન આરોગે એ માટે 56 ભોગનું આયોજન કરેલ છે

. પશુઓને શાકોત્સવ, ધાનોત્સવ, કઠોળોત્સવ, ફળોત્સવ એટલે કે બધા જ પ્રકારના શાકભાજી, બધા જ પ્રકારના કઠોળ, બધા જ પ્રકારના ફળ, ધાનને ગૌ માતાઓન અન્નકોટ ધરી અર્પવા કરવાનું સુંદર આયોજન કરેલ છે.

રાજકોટ મહાજનની પાંજરાપોળમાં પાંચ હજાર જેટલા પશુઓનો સારી રીતે નિભાવ થઇ રહ્યો છે.

 

સંસ્થાના ફાયદા માટે કાર્ય કરવાની ઇચ્છા: બકુલભાઇ રૂપાણી

DSC 8839

રાજકોટ મહાજનની પાંજરાપોળમાં પોતાની નિવૃતિ પછીનું જીવન સેવારત કરનાર બકુલભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે જયારે અધિકારી હતો ત્યારે મર્યાદામાં સેવાકીય કાર્યો થતાં હવે નિવૃતિ પછીના જીવનમાં રાજકોટ મહાજનની પાંજરાપોળમાં સંસ્થાને ફાયદાઓ થાયએ માટે કાર્ય કરવાની ઇચ્છા છે અને એ કરી રહ્યો છું.

સંસ્થામાં ઘણા કામો એવા વહીવટી હોય છે જે રજુઆતો માંગણીથી નિખરાવવાના હોય છે. જેથી જેની શકિત એ મુજબ દરેક કાર્યકર કે સેવક કાર્ય કરે તો મહાજન પાંજરાપોળની પ્રવૃતિ દીધી ઉઠે.

જીવને આશરો સાતા મળે એ જ ઘ્યેય: યોગેશભાઇ શાહ

DSC 8847

જીવદયાની પ્રવૃતિ અને રાજકોટ મહાજનની પાંજરાપોળમાં સેવાર્થી યોગેશભાઇ શાહે જણાવ્યું હતું કે, પાંજરાપોળમાં તમામ જીવોને આશરો મળે એ જ સંસ્થાનો ઘ્યેય છે.

આ પાંજરાપોળમાં હાલ પાંચ હજારથી વધુ પશુઓનો નિભાવ થઇ રહ્યો છે. જેના નિભાવ માટે દેનિક દોઢ લાખનો માતબર ખર્ચ આવી રહ્યો છે.

પાંજરાપોળમાં માત્ર ગાયો જ નહી પરંતુ ઘેટા, બકરા જેવા પશુઓને પણ આશરો મળી રહ્યો છે. ડોકટરોની સીધી દેખરેખ નીચે જરુરીયાત મંદ પશુઓની સારવાર પણ કરાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.