મોટાભાગે જોવા મળ્યું છે કે કોલેજ લાઇફ દરમિયાન યુવાઓ વધુ પડતુ આલ્કોહોલનું સેવન કરે છે. પરંતુ તેમને એ વાતનો અંદાજો નથી કે તેની આ શરાબની લત ભવિષ્યમાં નોકરી મેળવા માટે કેટલી નડતરરુપ થશે…..!!
વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક તાજેતરનાં જ રિસર્ચ અનુસાર શરાબ પીવાથી મહિલાઓ અને પુરુષો બંને પર અલગ-અલગ અસર પડે છે. લાંબા સમય સુધી આલ્કોહોલ લેવાથી શરીરમાંથી વિટામિન B1ની કમી જ નહીં પરંતુ દ્રષ્ટિ પણ ઓછી થાય છે આ ઉપરાંત માંસપેશીયોને પણ ભારે નુકશાન પહોંચાડે છે.
મહિનામાં ૬ થી વધારે વાર શરાબ પીવા વાળા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન દરમિયાન ૧૦ % નોકરી ઓછી મળે છે. તેમજ જે વિદ્યાર્થીઓને બ્રિઝ ડ્રિંકીગની લત હોય છે તેવા લોકોને સહેલાઇથી નોકરી મળવી મુશ્કેલ થઇ પડે છે. યુએસનું નેશનલ ઇસ્યીટ્યુટ ઓન આલ્કોહોલ એવ્યુઝ એન્ડ આલ્કોહોલીઝમ દ્વારા મહિલાઓ દ્વારા દર બે કલાકમાં પાંચ વાર અને પુરુષો દ્વારા ૬ થી વધારે વાર શરાબ પીવાની લતને બ્રિઝ ડ્રિકિંગ કહેવામાં આવે છે.
US ની કોર્નેલ યુનિ. યુનિ.ઓફ વોશિંગટન યુનિ.ઓફ ફ્લોરીડા, યુનિ,ઓફ મિશિગનએ ૮૨૭ સ્નાતક વિદ્યાર્થીઓ ઉપર રિસર્ચ કરી એ જાણ્યુ હતુ કે આમ તો શરાબ પીવાથી એટલી અસર નથી પડતી પરંતુ જો વિદ્યાર્થીને આ લત બિંઝ ડ્રિંકિંગ સુધી પહોંચી જાય છે તો આ આદત તેનાં વર્તમાનને જ નહિં પરંતુ ભવિષ્યને પણ જોખમરુપ સાબિત થાય છે. અને એટલું જ નહિં તમારા સ્વાસ્થ્યને પણ ભારે નુકશાન પહોંચાડે છે.