સંગીતએ સાધના છે. જેમાં રીયાઝ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે એટલે જ કહેવાય છે કે રીયાઝ ‘કરેગા વો રાજ કરેગા’ શ્રેષ્ઠ ગીત-સંગીત વિસરાતુ નથી અને આજ પણ સારા ખૂબ સારા ગીતો આવે જ છે, બને જ છે. વગેરે જેવી વાતો ઇન્ડિયન આઇડલમાં 11 વખત વિનર થનાર પાર્શ્વગાયક અભિજીત ઘોષાલ સાથે શેર થઇ.
‘અબતક’ના આંગણે શુભેચ્છા મુલાકાતે આવેલા પાર્શ્ર્વ ગાયક અભિજીત ઘોષાલે પહેલા અને આજ બનતા ગીતો, એક જ સરખા અથવા તો એક જ રાગમાં બનેલા એકબીજાને મળતા આવતા ગીતો વિષે તેઓએ જણાવ્યું હતું કે સંગીતએ સંગીત છે, સંગીત એક સાધના છે અને તેમાં રીયાઝ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
શ્રવણ કરનારના ચહેરા પર દ્રષ્ટિ કરીએ તો ગીત સંગીતના ભાવની ઝાંખી થઇ શકે ખરી: કલાકારે ‘રીયાઝ કરે વો રાજ કરે’ સુત્રને પકડી રાખવું જોઇએ
તેઓએ ‘અબતક’ના પ્રશ્ર્નનો ઉત્તર આપતા કોઇપણ જાતની ટીકા, ટીપ્પણી વગર સહજતા સાથે તેઓએ કહ્યું કે વલગર ગીતોની વાત કરીએ તેના કરતા એક તરફ નજર કરીએ કે આજ પણ ખૂબ જ સારા ગીતો આવે જ છે પણ એ તરફ દ્રષ્ટિ જરૂરી છે. તેનો દાખલો ટાંકતા કહ્યુ કે ‘હારે સખી મંગલ ગાવોરી….આજ મેરે પીયા ઘર આવોરી જેવા અનેક ગીતો છેલ્લા થોડા વર્ષોમાં જ ખૂબ જ પ્રસિધ્ધ થયા છે અને કલાકારો આવા ગીતો રજુ કરે છે ત્યારે શ્રોતાઓએ પણ આવા શ્રેષ્ઠ ગીતોને વધાવ્યા છે.
પ્રયાગરાજ ખાતે જન્મેલા અભિજીત ઘોષાલને નાનપણથી જ સંગીત સાથે લગાવ હતો. સ્કૂલ, કોલેજમાં કલાના ઓજસ પાથર્યા બાદ બેંકની નોકરી સ્વીકારી પરંતુ સંગીતનો જીવ હોય આખરે નોકરી છોડી અને સંગીતને જ ગળે લગાવ્યું બાદ ઇન્ડિયન આઇડલમાં ભાગ્ય અજમાવ્યું અને તેમાં તેને સફળતા મળી આમ ઘોષાલ ઇન્ડિયન આઇડલમાં 11 વખત વિનર થયા અને બોલીવુડમાં પણ ગીતો ગાયા.
રાજકોટના જ સંગીત ક્ષેત્રે ઘરેણા સમાન. સંગીતકાર રવીભાઇ વ્યાસ કે જેઓના સંગીતમાં બનેલુ ગીત (ભજન) ‘રાજા રામજી અપને ભક્તો કે રખવાલે હે’ ‘જાગે હે ભાગ હમારે રામજી પધારે હૈ’ ગીતના ડબીંગ માટે સંગીતકાર રવી વ્યાસના ખાસ આમંત્રણથી આવેલ. અભિજીત ઘોષાલનો મૃદુ સ્વભાવ અને મલકતો ચહેરો સાથે સાથે સતત રીયાઝ તેની કામયાબીમાં ચાર ચાંદ લગાવે છે.
‘અબતક’ના વધુ એક પ્રશ્ર્નના ઉત્તરમાં તેઓએ સંગીત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રથમ ચરણમાં તો ‘તાનસેન’ સેના બનવા માટે ‘કાનસેન’ બનવું જરૂરી હોવાનું જણાવ્યું હતું. કોઇ ગાયકના ગીતની સાથે ગાવા પહેલા તેને ખૂબ જ સાંભળવું અને ત્યારબાદ ગાવાનો રીયાઝ જરૂરી છે.
તેઓએ એક રાગમાં અથવા તો એક જેવા લાગતા ગીતો અંગે ‘પલ પલ દીલ કે પાસ’ જે કિશોર કુમારના આ ગીત રજુ કરી અનેક ગીતો એજ રાગમાં ગાયા હતા અને 1990ના દાયકામાં પણ શાસ્ત્રીય સંગીતના પંડીતોએ પણ અનેક ગીતો એક જ રાગમાં ગાયા છે, બનાવ્યા છે જેને લોકોએ વધાવ્યા છે.
પાર્શ્ર્વ ગાયક અભિજીત ઘોષાલ ગાયક સાથે સાથે સારા ગીતકાર અને કંપોઝર પણ છે. તેઓએ અનેક ગીતો લખી કંપોઝ કરી અને ગાયા છે. તેઓએ સારા ગીતોની પરખ અંગે જણાવ્યું હતું કે જ્યારે કોઇપણ ગીત રજુ થાય ત્યારે શ્રવણ કરનારના ચહેરાના ભાવ બતાવે છે કે ગીત તેને ગમે છે કે કેમ? ટૂંકમાં ચહેરાના ભાવ પરથી ગીતનો ભાવ પણ જાણી શકાય ખરો…
તેઓએ 500 વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે પણ ગીત રજુ કર્યું છે. જેના શબ્દો છે. ‘વૈકુંઠ કા અંશ અયોધ્યા, ધરતી કા શ્રૃંગાર, જાગ ઉઠે ભાગ હમારે કે રામજી પધારે હૈ’ આ ગીત પણ તેઓએ રજૂ કરી થોડીવાર માટે રામમય બન્યાનો અહેસાર કરાવ્યો.
તેઓએ કહ્યુ કે શાસ્ત્રીય સંગીત શાશ્વત છે. 18 ભાષામાં ગીત રજૂ કરનાર અભિજીત ઘોષાલનું ગુજરાતી ભાષા ઉપર પણ પ્રભુત્વ રહ્યુ છે. તેઓ ‘આજ મારે ઓરડે આવ્યા અવિનાશી’ જેવા ગીતો પણ ગાયા છે. ઉપરાંત તાજેતરમાં સલમાન ખાન, અજય દેવગનને લઇ અને બનેલી ફિલ્મ ‘લંડન ડ્રીમ્સ’માં પણ ગીત ગાયુ છે. ‘જશ્ર્ન હે જીત કા’ અભિષેક ઘોષાલે ગુજરાતી ગીતો, ભજનો, સ્વામિનારાયણ કિર્તનો, જૈન સ્તવનો વગેરે અનેક ગીતોમાં પોતાનો કંઠ આપ્યો છે.
‘અબતક’ના આંગણે શુભેચ્છા મૂલાકાતે આવેલા અભિષેક ઘોષાલની સાથે રાજકોટના સંગીતકાર રવિ વ્યાસ, રાજેશ પટેલ, રૂત્વીજ સખપરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.