વોટ્સએપ દ્વારા તાજેતરમાં અપાયેલા પેમેન્ટના વિકલ્પે ભારતમાં નારા ર્આકિ વ્યવહારો પર ઘેરી અસર પાડી છે. અત્યાર સુધી વોટ્સએપને સૌી સરળ અને સુરક્ષીત મેસેજીંગ સર્વિસ ગણવામાં આવે છે. સંસએ યુપીઆઈ આધારીત પેમેન્ટ પધ્ધતિ માટે ગ્રાહકોને સુવિધા આપતા હવે ઓનલાઈન ટ્રાન્ઝેકશન ખૂબજ સરળ ઈ ગયા છે. વોટ્સએપનો ઉપયોગ કરનારાનું પ્રમાણ ખૂબજ વધુ હોવાી અન્ય ડિજીટલ વોલેટને બહોળા પ્રમાણમાં ફટકો પડયો છે. આ ઉપરાંત ખાનગી તેમજ જાહેર ક્ષેત્રની બેંકોમાં નારા ર્આકિ વ્યવહારો પર પણ અસર ઈ શકે છે.
ભારતમાં પારંપરિક રીતે રોકડ વ્યવહારો સૌી વધુ ાય છે. નોટબંધી બાદ ડિજીટલ વ્યવહારો આગળ વધે તે માટે સરકારે અનેક પ્રોત્સાહનો આપ્યા છે. મોટાભાગની બેંકો ડિજીટલ વોલેટ જેવી એપ્લીકેશનો ચલાવે છે. આ ઉપરાંત પેટીએમ, ફોન પે જેવી એપ્લીકેશનો પણ નાણાની ડિજીટલ લેવડ-દેવડ પર આધારીત છે. આવી એપ્લીકેશનોી ડિજીટલ વ્યવહારો શકય અને સરળ બન્યા છે. અલબત હવે વોટ્સએપ પેમેન્ટના પ્રવેશ બાદ આ ક્ષેત્રમાં ક્રાંતિકારી બદલાવ શે.
અહીં ઉલ્લેખનીય છે કે, વોટ્સએપે અત્યાર સુધી આપેલી તમામ સર્વિસ લોકોને પસંદ પડી છે. તાજેતરમાં વોટ્સએપ બિઝનેસ સહિતની સર્વિસોની માંગ વધી હતી. દેશમાં વોટ્સએપના ઉપભોગતાની સંખ્યા ૨૫ કરોડ છે. પરીણામે વોટ્સએપ પેમેન્ટની અસર અન્ય એપ્લીકેશન કરતા બેંકો પર વધુ જોવા મળશે. વોટ્સએપ સીવાય પેટીએમ, ફોનપે, ગુગલ તેજ, ટ્રુ કોલર, ભીમ, હાઈક સહિતની એપ્લીકેશન પણ ચલણમાં છે. ભારતીય નાગરિકો પારંપરીક રીતે રોકડ વ્યવહારો કરવા ટેવાયેલા છે. અલબત ડિજીટલાઈઝેશનની સાો સા કેશલેસ ર્અતંત્ર તરફ પણ સરકારે પ્રોત્સાહનો આપ્યા છે. વોટ્સએપ અગાઉ પણ ડિજીટલ પેમેન્ટ સેગ્મેન્ટમાં પ્રવેશવા ધમપછાડા કરી ચૂકયું છે.
અલબત વોટ્સએપ વિદેશી કંપનીી સંચાલીત હોવાના કારણે આકિ વ્યવહારોમાં સીધી દરમિયાનગીરી વિદેશી કંપનીની ન હોય તેવું સુનિશ્ર્ચિત સરકારે કર્યું હતું અને વોટ્સએપને મંજૂરી અપાઈ ન હતી. અલબત યુપીઆઈ આધારીત પેમેન્ટ સીસ્ટમના કારણે વોટ્સએપે ભારતીય બજારમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે અને ભારતમાં તાં ર્આકિ વ્યવહારોમાં બદલાવ લાવવાની સક્ષમતા દાખવી છે.
વર્ષ ૨૦૧૬માં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેશ એટલે કે, યુપીઆઈ પધ્ધતિ લોંચ કરાઈ હતી. જેના હેઠળ ૨૧ બેંકોને સાકળી લેવાઈ હતી. આ વર્ષે બેંકોની સંખ્યા ૭૧ ઈ ગઈ છે. પરિણામે યુપીઆઈમાં બહોળા સુધારા યા છે. યુપીઆઈ પધ્ધતિ શ્રેષ્ઠ અને સુરક્ષીત માનવામાં આવે છે. ઉપરાંત આ પધ્ધતિ પર સરકારની રહેમ નિગાહ છે. માટે વોટ્સએપે પણ આ જ પધ્ધતિ પેમેન્ટ સર્વિસ શ‚ કરી છે. વોટ્સએપને તેના ઉપભોગતાની સંખ્યા ઉપરાંત એપ્લીકેશનની સરળતા અને સુરક્ષાના કારણે વિશ્ર્વાસનો ફાયદો શે તે નિશ્ર્ચિત છે. હવે વોટ્સએપની રાહે ફેસબુક અને ગુગલ પણ પેમેન્ટ પધ્ધતિ ક્ષેત્રે વિચારી રહ્યાં હોવાનું જાણવા મળે છે.