ચુકાદામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ(રોકથામ) કાયદા, ૧૯૬૭ની કલમ ૧૦(એ)(એ)ને પણ યોગ્ય ઠેરવી
સુપ્રીમકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અનુસાર ગેરકાયદે સંગઠનનું સભ્ય હોવું પણ અપરાધ મનાશે. સુપ્રીમકોર્ટે કહ્યું કે ગેરકાયદે સંગઠનનું સભ્ય હોવું જ યુએપીએ હેઠળ કાર્યવાહીનો આધાર બની શકે છે. ખાસ વાત એ છે કે સુપ્રીમકોર્ટે શુક્રવારે આપેલા ચુકાદામાં 2011માં આપેલા તેના ચુકાદાને જ પલટી નાખ્યો છે. સુપ્રીમકોર્ટે અરુપ ભુયન વિરુદ્ધ આસામ સરકાર, ઈન્દિરા દાસ વિરુદ્ધ આસામ સરકાર અને કેરળ સરકાર વિરુદ્ધ રનીફના કેસમાં આપેલા ચુકાદામાં કહ્યું હતું કે ગેરકાયદે સંગઠનનું સભ્ય હોવું જ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આધાર ન હોઈ શકે જ્યાં સુધી કે તે કોઈ હિંસક ઘટનામાં સામેલ ન હોય.
જસ્ટિસ એમ.આર.શાહ, જસ્ટિસ સી.ટી. રવિકુમાર અને જસ્ટિસ સંજય કરોલની બેન્ચે તેના ચુકાદામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ(રોકથામ) કાયદા, 1967ની કલમ 10(એ)(1)ને પણ યોગ્ય ઠેરવી છે જે ગેરકાયદે સંગઠનના સભ્યપદને પણ અપરાધ જાહેર કરે છે. કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે 2011નો ચુકાદો જામીન અરજી પર આપવામાં આવ્યો હતો જ્યાં કાયદાની જોગવાઈઓની બંધારણીયતા પર સવાલ ઊઠાવાયો નહોતો. સાથે જ ગેરકાયદે પ્રવૃત્તિઓ(રોકથામ) કાયદો અને આતંકવાદ તથા વિઘટનકારી ગતિવિધિઓ(રોકથામ) એક્ટની બંધારણીયતાને પણ યોગ્ય ઠેરવાઈ હતી.
સુપ્રીમે 2011ના ચુકાદાને પલટી નાખ્યો ચુકાદો જામીન અરજી પર આપવામાં આવ્યો હતો ગેરકાયદે સંગઠનના સભ્ય હોવું જ યુએપીએ હેઠળ કાર્યવાહી કરવાનો આધાર બની શકે
સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. તે નિર્ણય મુજબ ગેરકાયદે સંગઠનના સભ્ય હોવાની બાબતને પણ અપરાધ માનવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગેરકાયદે સંગઠનના સભ્ય હોવાની બાબત જ યુ.એ.પી.એ. હેઠળ કાર્યવાહી કરવાનો આધાર બની શકે છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ મુજબ પોતાનો ચુકાદો આપતાં વર્ષ 2011માં તેણે જ આપેલા ચુકાદાને પલટી નાખ્યો છે.
વર્ષ 2014માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સંદર્ભ ટાંક્યો હતો કે કેન્દ્રીય કાયદાઓની વ્યાખ્યા કેન્દ્ર સરકારનો તર્ક સાંભળ્યા વિના ના થવી જોઈએ. તે અરજી પર સુનાવણી કરી રહેલા તત્કાલીન જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ એ.એમ.સપ્રેની પીઠે કેસ મોટી બેન્ચ પાસે મોકલી દીધો હતો. ચુકાદો આ સંદર્ભમાં જ આવ્યો છે.
જસ્ટિસ એમ.આર. શાહ, જસ્ટિસ સીટી રવિકુમાર અને જસ્ટિસ સંજય કરોલની પીઠે પોતાના ચુકાદામાં ગેરકાયદે પ્રવૃત્તિ (પ્રતિબંધક)અધિનિયમ, 1967ની કલમ 10(એ)(1)ને પણ યોગ્ય ઠેરવી છે. તે કલમ ગેરકાયદે સંગઠનની સભ્યતાને પણ અપરાધ માને છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, વર્ષ 2011નો ચુકાદો જામીન અરજી પર આપવામાં આવ્યો હતો. તે સમયે કાયદાની બંધારણીયતા પર સવાલ નહોતો ઊઠયો. અદાલતે તે સમયે કેન્દ્ર સરકારના તર્કોને સાંભળ્યા વિના કાયદાની જોગવાઈની વ્યાખ્યા કરી હતી.
અદાલતે 2011માં શું કહ્યું હતું?
વર્ષ 2011માં સુપ્રીમ કોર્ટે અરૂપ ભુયન વિરુદ્ધ આસામ સરકાર, ઇંદિરા દાસ વિરુદ્ધ આસામ સરકાર અને કેરળ સરકાર વિરુદ્ધ રનીફ કેસમાં ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, ગેરકાયદે સંગઠનના સભ્ય માત્ર હોવાથી ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ હોવાનો આધાર ના બની શકે. સભ્ય હિંસાની ઘટનામાં સામેલ ના થાય ત્યાં સુધી ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ હોવાનું ના માની શકાય.