ત્રણ માસમાં ફોરેન્સિક વિભાગની ટીમે ૩૨ ઓટોપ્સી પર સફળ રીસર્ચ કર્યું: મૃતદેહો પર થયેલા રિસર્ચમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા: કોરોનાની ફેફસા-હદય, મગજ, લીવર પર ઘાતક અસરો, સઘન અભ્યાસ માટે હજુ મૃતદેહોની જરૂર
રાજકોટ પીડિયું મેડીકલ કોલેજે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કોરોનાગ્ર્સ્ત દર્દીના મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સીમાં આપણી મેડીકલ કોલેજ સમગ્ર દેશભરમાં અવ્વલ બની છે. અહી અત્યાર સુધીમાં ૩૨ મૃતદેહોની ઓટોપ્સી કરવામાં આવી છે. જેમના તારણો આવનાર સમયમાં કોરોના દર્દીની સારવાર પધ્ધતિ માટે ખુબ જ ઉપયોગી સાબિત થનાર છે. હજુ સઘન અભ્યાસ માટે મૃતદેહોની જરૂર હોવાનું ફોરેન્સિકની ટીમે જણાવ્યું હતું.
રાજકોટ પીડીયું મેડીકલ કોલેજ ખાતે થઇ રહેલી કોરોના દર્દીઓની ઓટોપ્સી અંગે ફોરેન્સિક વિભાગના આઠ ડોકટરો તારણો પર પહોચી ગયા છે. હાલ ૩૨ શબોનું પરીક્ષણ કરવામાં આવતા ચોક્કસ તારણો પર પહોચી જઈ રાજ્ય સરકારને રીપોર્ટ કર્યો છે. આગમી ટુક સમયમાં રાજ્ય સરકારની મંજુરી બાદ પ્રેસ કોન્ફરસ યોજવામાં આવશે. ફોરેન્સિક વિભાગના ડોકટરોએ જીવના જોખમે પુરુષ- સ્ત્રીના કુલ ૩૨ શબોનું પરિક્ષણ કરતા રાજકોટ મેડીકલ કોલેજનું નામ ગુજરાત રાજ્ય સહીત ભારત દેશમાં નામ રોશન થઇ ગયું છે. ગત ૦૭ સપ્ટેમ્બરના રોજ રાજકોટ મેડીકલ કોલેજ ખાતે માનવ શરીરમાં કોરોના વાયરસની અસર જાણવા માટે પ્રથમ ઓટોપ્સીની શરૂઆત કરવામાં આવી હતી. આજે ૩૨ શબોના પરીક્ષણ બાદ ચોકાવનારા ખુલ્લાસા થયા છે.
કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના ફેફસા, હદય, મગજ, આંખમાં, શ્વાસનળી, રક્તવાહીનીઓમાં કોરોનાની ઘાતક અસર જોવા મળી હોવાનું ફોરેન્સિક વિભાગના ડોકટરી તપાસમાં ખુલ્યું હતું. ખાસ કરીને મનુષ્ય શરીરના બે ફેફસા હોય છે. જેમાં જમણા ફેફસામાં ત્રણ ,ડાબા ફેફસામાં બે લોબ હોય છે.આ અવયવો પર કોરોનાની ઘાતક અસરો થતા લોહીના ગાઠ્ઠો થઇ ગયા બાદ કાળા પડી ગયાનું અવલોકનમાં જાણવા મળ્યું હતું. ખાસ કરી ડોક્ટરની ટીમે એક ફેફસામાંથી ૮૦ સ્લાઈડ બનાવી માઈક્રોસ્કોપમાં ચકાસણી કરી હતી.
જયારે શંકુ આકારના હદયમાં કોરોના ત્રાટક્યા બાદ હદયના કર્ણકો, ક્ષેપકો, વાલ્વમાં ભારે માત્રામાં નુકશાની કરતા લોહીના ગઠ્ઠા જામી જતા વજનદાર થઇ ગયાનું, જેના કારણે હદયરોગના હુમલાની સંભાવનાઓ વધી જાય છે,તો આંખમાં કોરોનાના કારણે દષ્ટિને ભારે નુકશાની થાય છે, તોં મગજમાં કોરોનાના કારણે ચેતાતંત્રને અસર થયાનું અને પેરાલીસસના એટેક આવી જતાનું પણ ડોકટરી તપાસમાં ખુલ્યું હતું.આ ઉપરાંત માનવ શરીરની વાસ્ક્યુલર સીસ્ટમમાં ફેરફાર થયાનું જાણવા મળ્યું હતું.
માઈન્સ ૧૨ નેગેટીવ પ્રેસરમાં આઠ ડોકટરની ટીમે શબો પર રીસર્ચ કર્યું
ગુજરાતમાં રાજકોટ મેડીકલ કોલેજને રીસર્ચ કરવા માટે રાજ્ય સરકારે પ્રથમ મંજુરી આપીં હતી. મેડીકલ કોલેજના વિભાગમાં અધતન ફોરેન્સિક વિભાગ શરુ કરાયા બાદ ફોરેન્સિક વિભાગના આઠ ડોક્ટરોની ટીમે લેમાઈડર પીપીપી કીટ પહેરીને સાઉન્ડ પ્રૂફ અને એર ટાઈટ ૧૫ -૧૫ ની કેબીનમાં ૩૨ શબો પર પરીક્ષણ હાથ ધર્યું હતું. માઈન્સ ૧૨ નેગેટીવ પ્રેસરમાં ફોરેન્સિક વિભાગના હેતલસિંહ કિયાડા, એસોસિએટ પ્રોફેસર મહેશ ત્રાગડીયા, ડો.દિવ્યેશ વડગામા, ટ્યુટર ડો.પ્રતિક વરુ સહિતની તબીબી ટીમે ભારે જોખમો વચ્ચે રીસર્ચ કર્યું હતું.
રાજ્યમાં માત્ર રાજકોટની મેડિકલ કોલેજમાં ફૂલ ઓટોપ્સી થઇ
ભારત દેશની અંદર માત્ર રાજકોટ મેડીકલ કોલેજમાં સોથી વધુ એટલે કે સ્ત્રી-પુરશોના ૩૨ શબોની ફૂલ ઓટોપ્સી કરવામાં આવી છે. જયારે ભોપાલની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ મેડીકલ સાયન્સ ખાતે ૨૨ ઓટોપ્સી પૂર્ણ થઇ છે. આ ઉપરાંત અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં ૭ જેટલી પાર્ટશીયલ ઓટોપ્સી કરવામાં આવી છે.જેમાં હદય ફેફસા,સ્નાયુનો જ ઓટોપ્સીમાં સમાવેશ થાય છે. હાલ વિશ્વમાં સોથી વધુ ઇટલીએ ૮૦ શબો પર પરીક્ષણ કર્યું છે.તો બીજી બાજુ જર્મનીમાં પણ ફરજીયા પણે કોવીડના શબ પર પરીક્ષણ થઇ રહ્યું છે.