ઓખા રેલવે કોલોનીમાં આવેલ સાંઈબાબા મંદિરનાં પટાંગણમાં દર વર્ષની માફક આ વર્ષે પણ નવદુર્ગાની વિશાળ મુર્તીની સ્થાપના કરી દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ નવદુર્ગા સેવા સમિતિ દ્વારા માતા નવદુર્ગાની વિશાળ મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે. તેમની બીલી પત્રનાં વૃક્ષની પુજા સાથે નિમંત્રણ પુજા કરવામાં આવી હતી. કહેવાય છે કે બીલી પત્રમાં માતા નવદુર્ગા વસે છે એટલે પ્રથમ તેમની પુજા સાથે તેમને આહવાન આપવામાં આવે છે. ત્યારબાદ રાત્રીના મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠા હવન રાખવામાં આવેલ જેનાં મુખ્ય યજમાન ઓખા રેલવે મેનેજર મનોજકુમાર ઝા પરીવાર રહ્યા હતા. આ નવદુર્ગા પુજાના પુજારી લાલજી મહારાજે માતાના અનુષ્ઠાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા હવનની વિધિ કરવી હતી. ત્યારબાદ ઓખા નવદુર્ગા સેવા સમિતિનાં તમામ સભ્યો દ્વારા માની આરતી કરી સર્વે આવેલ ભકતજનોએ કેળા હલવાની સમુહ પ્રસાદી સાથે લીધી હતી.
માં નવદુર્ગાનાં દર્શન વિજયા દશમી સુધી રહેશે. વિજયા દશમીનાં દિવસે વિસર્જન શોભાયાત્રા સાથે મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.