મંગળવારે મહાયજ્ઞ, તલવાર રાસ, નગરયાત્રા, બુધવારે સાંજે સાત હજાર દિપ પ્રાગટય, ગૂરૂવારે રાજયાભિષેક અને રાત્રે ભવ્ય લોક ડાયરો
શહેરના નગરજનો ઐતિહાસીક અવસરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે રાજતિલક અંતર્ગત યોજાનાર ત્રિ-દિવસીય કાર્યક્રમ શહેરનાં પેલેસ રોડ સ્થિત રણજીત વિલાસ પેલેસ ખાતે તા.ર૭ જાન્યુ. ને સોમવારે સાંજે દેહશુધ્ધિ અને વિષ્ણુપૂજન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે થશે.
વધુ વિગત મુજબ રાજકોટના ૧૭માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહજી જાડેજાની તા.૩૦ને વસંત પંચમીને શુભ દિવસે રાજતિલક અંતર્ગત ત્રિ-દિવસીય યોજાનાર કાર્યક્રમને રાજપરિવાર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.રણજીત વિલાસ પેલેસ ખાતે તા.ર૭ને સોમવારે સાંજે દેહ શુધ્ધિ અને વિષ્ણુ પૂજન થશે તા.ર૮ને મંગળવારે સવારે ૯ થી ૧ મહાયજ્ઞનો પ્રારંભ અને કાલાવડ રોડ ડ્રાઈવઈન સિનેમા ખાતે બપોરે ૧ર કલાકે ક્ષત્રીય દિકરા દિકરીઓ દ્વારા તલવાર રાસ અને સાંજે ૩.૩૦ કલાકે ઐતિહાસીક નગરયાત્રા નિકળશે તા.ર૧ જાન્યુ.એ મહાયજ્ઞની ચારેય વૈદોથી મંત્રોચ્ચાર અને બપોરના ૩ કલાકે પ૧ બ્રાહ્મણો દ્વારા પવિત્ર નદીઓનાં જળથી અભિષેક અને સાંજે ૬.૩૦ કલાકે રાજકોટના રાજચિન્હ ઉપર ૭ હજાર દીપ પ્રગટાવાશે.
જયારે તા.૩૦ને સોમવારે સવારે ૧૦ કલાકે રાજયાભિષેક અને રાત્રે ૯ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકડાયરો યોજાશે તો આ પ્રસંગના સાક્ષી બનવા નગરજનોને રાજ પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
દેવ-દેવતા અને સુરાપુરા દાદાની પૂજા અર્ચના કરી નિમંત્રણ પાઠવતા રાજપરિવાર
રાજકોટના ઠાકોર સાહેબના રાજતિલક પૂર્વે માંધાતાસિંહજી જાડેજા અને યુવરાજ સાહેબ જયદિપસિંહ જાડેજા તેમજ ક્ષત્રીય સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શ્રી આશાપૂરા માતાજીના મંદિરે, શ્રી રામનાથ મહાદેવ, ભોમેશ્ર્વર મહાદેવ, રાજકોટની તાત્કાલીન રાજધાની ચીભડા ખાતે ગંભીરાપીર દાદા, શ્રી સોળથંભી, શ્રી રણદેવી અને સરધાર ખાતે સુરધનદાદાના સ્થાને આમંત્રણ પાઠવી પૂજા-અર્ચના કરી રાજયાભિષેક ઉત્સવની સફળતા અને રાજકોટની સુખાકારી માટે પાર્થના કરી હતી.
માંધાતાસિંહજીને શુભ આશિષ પાઠવતા પૂ. મોરારીબાપુ
રાજકોટના ૧૭માં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાનો તા.૩૦ને વસંત પંચમીએ રાજતિલક વાનો છે તે પૂર્વે તા.ર૬ જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વના દિવસે રણજીત વિલાસ પેલેસ ખાતે પ્રખર રામાયણી શ્રી મોરારીબાપુ પધારતા માંધાતાસિંહજી જાડેજા અને યુવરાજ સાહેબ જયદીપસિંહજી જાડેજા સહિત પરિવારજનોએ રાજ્વી પરિવારની પરંપરા મુજબ સ્વાગત કર્યું હતું. શ્રી મોરારીબાપુ યજ્ઞશાળા નિહાળી અભિભૂત યા હતા. મોરારીબાપુએ માંધાતાસિંહજીને શુભ આશિષ પાઠવી કર્તવ્ય નિભાવી અને પ્રજાવત્સલતાનો વારસો નિભાવવા માટેની શીખ આપી હતી. આ તકે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્તિ રહ્યાં હતા.