ધાર્મિક ન્યુઝ

આપણા સનાતન ધર્મમાં દરેક સારા કાર્યની શરૂઆત અને શુભ કાર્ય કરતા પહેલાં સારુ મુહૂર્ત અચૂક જોવામાં આવે છે. સનાતન ધર્મમાં માનવામાં આવે છે કે જો કોઈ કાર્ય શુભ મુહૂર્તમાં શરૂ કરવામાં આવે અથવા કોઈ માંગલીક કાર્યની પૂર્ણાહૂતિ કરવામાં આવે તો તે કામમાં સફળતા મળે છે અને તેનો પૂરો લાભ પણ પ્રાપ્ત થાય છે. જો કે ધાર્મિક રીતે કેટલાક દિવસો એવા હોય છે જેને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસોમાં કોઈ નવું કાર્ય શરૂ કરવામાં આવે અથવા કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો વ્યક્તિ તેનું સારું પરિણામ નથી મળતું અને કાર્યમાં પણ અવરોધો આવે છે.

કમુરતામાં શુભ કાર્યો કરવા નિષેધ માનવમાં આવે છે. પંચાંગ અનુસાર આજથી ખરમાસની શરૂઆત થઈ ગઈ છે. આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરી શકાતું નથી જો કે ખરમાસ દરમ્યાન કરવામાં આવતા પૂજા પાઠને શ્રેષ્ઠ કહેવાય છે. જણાવી દઈએ કે ખરમાસ 30 દિવસ સુધી ચાલે છે. ત્યારે આ એક મહિના દરમ્યાન કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે

ખરમાસના સમયગાળા દરમ્યાન લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ અને સગાઈ વગેરે જેવા શુભ કાર્યો કરવા ટાળવા જોઈએ. માન્યતા છે કે આ સમય દરમિયાન આ શુભ કાર્યો કરવાથી તેમાં અનેક અડચણો આવે છે અને વિવાહિત જીવનમાં પણ સમસ્યાઓ વધે છે. સાથે જ જો નવો ધંધો શરૂ કરવામાં આવે તો તેનાથી નફાને બદલે નુકસાન થઈ શકે છે. આ સિવાય કોઈ નાણાંકીય રોકાણ કરવાથી પણ આ સમય દરમ્યાન બચવું જોઈએ.

ખરમાસમાં મકાન કે મિલકતની ખરીદી પણ ન કરવી જોઈએ. આ સિવાય તામસિક આહારનું સેવન કરવું પણ યોગ્ય નથી માનવામાં આવતું. આપણા શાસ્ત્રોમાં ખરમાસના દિવસોને પૂજાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ગણાવ્યા છે. એવી માન્યતા છે કે આ મહિનામાં ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી ઈચ્છિત ફળ મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.