સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના અથાલમાં આવેલી સુધીર પાવર લિમિટેડ દ્વારા કિલવણી નાકા જંકશનનું બ્યુટીફીકેશન કરાશે. જેના માટે વિધિવત પુજા અર્ચના સાથે શરૂઆત કરવામાં આવી. આ અવસર પર પ્રશાસનને અધિકારી કરણજીત વડોદરીયા સાથે કંપનીના અધિકારીઓ તેમજ નગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. અહીં પૂજા-અર્ચના સાથે આ જંકશનના બ્યુટીફીકેશનનું કાર્ય શરૂ કરાયું. અહીં એક સર્કલ બનાવવામાં આવશે સાથે જ લાઈટની વ્યવસ્થા પણ કરાશે. કિલવણી નાકા જંકશનની સુંદરતા વધશે. આ અવસરે નગરપાલિકાના અધિકારી ભટ્ટ, કંપનીના યુસુફ ખાન સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા. જયાં કરણજીત વડોદરીયા સહિતના લોકોએ મુહૂર્ત કર્યું.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા