- રામજી મંદિર ખાતે ભવ્ય રામકથાનો પ્રારંભ
- ભગતબાપુ દ્વારા રામકથાનો શુભારંભ કરાયો
- રામકથા બાદ રામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન
ભેસાણ શહેરમાં આવેલ રામજી મંદિર ખાતે તારીખ આજથી 27 ફેબ્રુઆરી સુધી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તે નિમિતે રુદ્ર પાર્ક સોસાયટી ખાતેથી રામકથાની પોથી યાત્રા યોજાઇ હતી. શ્રી રામ ચોક ખાતે આરતી કરીને પોથી યાત્રા શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ મહુવા ખાતેના ભગતબાપુ દ્વારા રામકથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રામકથા બાદ શહેરના રામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરાયું છે. ત્યારે પોથી યાત્રામાં ભગવાન રામ, લક્ષમણ, જાનકી અને હનુમાનની વેશભૂષા ધારણ કરી બાળકો પણ જોડાયા હતા.
અનુસાર માહિતી મુજબ, આજરોજ ભેસાણ શહેરમાં શ્રી રામ પંચાયત મૂર્તિ પ્રતિષ્ઠા નિમિતે પોથી યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભેસાણ શહેરમાં આવેલ રામજી મંદિર ખાતે જ્યારે તારીખ 19-02-2025 થી 27-02-2025 સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હોય તે નિમિતે આજરોજ રુદ્ર પાર્ક સોસાયટી ખાતેથી રામકથાની પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે શ્રી રામ ચોક ખાતે આરતી કરીને પોથી યાત્રા શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ મહુવા ખાતેના ભગતબાપુ દ્વારા રામકથા શુભારંભ કરવામાં આવી હતી.
વિશેષમાં જાણીએ તો ભેસાણ રામ મંદિર ખાતે શ્રી રામ પંચાયત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે 9 દિવસ બાદ રામકથા વિરામ લેતા તારીખ 28-02-2025 થી 03-02-2025 સુધી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા લાખ ના ખર્ચે આયોજન કરાશે ત્યારે પોથી યાત્રામાં શ્રી રામ,લક્ષમણ,જાનકી અને હનુમાનના વેશભૂષા ધારણ કરી બાળકોએ આ કાર્યક્રમને વધુ મનમોહન બનાવી દીધું હતું.
અહેવાલ : તરુણ મેલવાણી