ફ્રિડમ યુવા ગ્રુપ પ્રેરિત ગાંધી વિચાર યાત્રા સમિતિનું આયોજન
વિઘાર્થીઓને ગાંધી વિચારમય કરવાનાં પ્રયત્નોનાં ભાગરુપે પૂ. બાપુના ૧પ૦માં જન્મજયંતિ વર્ષ નીમીતે રાજકોટની દરેક શાળા-કોલેજ દર મહીને એક કલાકનો સમય ગાંધી મૂલ્યોનું બાળકોમાં, વિઘાર્થીઓમાં સિંચન કરવાનો પ્રારંભ કરે તે હેતુથી શાશ્ર્વત ગાંધી વ્યાખ્યાન શ્રેણી નો બજરંગવાડી ખાતે આવેલ શમ્સ શૈક્ષણિક સંકુલથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શાશ્ર્વત ગાંધી વ્યાખ્યાન શ્રેણી પ્રકલ્યની વધુ વિગત જણાવતાં સંસ્થાના સ્થાપક ભાગ્યેશ વોરાએ જણાવ્યું કે આ પ્રકલ્પ અંતર્ગત રાજકોટની તમામ શાળા કોલેજમાં સારા સારા વકતાઓ દ્વારા બાળ અવસ્થાથી વિઘાર્થીઓના માનસમાં ગાંધી મૂલ્યોનું સિંચન થાય અને ભારતનો ભાવી નાગરીકોનું ઘડતર થાય તે હેતુસર દરેક શૈક્ષણિક સંસ્થાઓ પ્રતિ માસ એક કલાક બાળકો સાથે ગાંધી મૂલ્યોની ગોષ્ઠી કાર્યક્રમ યોજશે તેમ દરેક સંચાલકો સંમતિ આપશે આ પ્રકારનું આ અભિયાન રહેશે.
શાશ્ર્વત ગાંધી વ્યાખ્યાન શ્રેણી ના પ્રથમ મણકામાં શ્રી દેવેન્દ્રભાઇ જાની દ્વારા બાળકોના બાપુ વિષય પર વિઘાર્થીઓને સરળ શૈલીમાં વકતવ્ય આપવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન શ્રેણીના શુભારંભ પ્રસંગે રાષ્ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઇ ભટ્ટ, પર્યાવરણ પ્રેમી વી.ડી. બાલા, પીઢ વિઘાર્થી નેતા યશવંતભાઇ જનાણી, ગોવર્ધનનાથજી હવેલીના મુખ્યાજી જયભાઇ જોશી, અગ્રણી વેપારી સાવનભાઇ ભાડલીયા, શિક્ષણ સમીતીના પૂર્વ સદસ્ય રમાબેન હેરભા, સામાજીક અગ્રણી રાજુભાઇ જુંજા, જીવદયા પ્રેમી આશીષભાઇ વોરા, સર્જન ફાઉન્ડેશનના પ્રમુખ સુરેશભાઇ પરમાર તથા ધર્મેશભાઇ વોરા ઉ૫સ્થિત રહ્યા હતા.
આ સમગ્ર આયોજન સંસ્થાપક ભાગ્યેશ વોરા, શમ્સ શૈક્ષણિક સંકુલનાં સંચાલક એચ.એ. નકાણી, આચાર્ય રેખાબેનના માર્ગદર્શન હેઠળ મનોજ ડોડીયા, પ્રવીણ ચાવડા, પ્રમુખ સંજય પારેખ, કીરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, રસીકભાઇ મોરધરા, અલ્પેશ પલાણ, રીતેશ ચોકસી, અજીત ડોડીયા અને શ્રી શમ્સ શૈક્ષણીક સંકુલના એનાયતભાઇ, મહારાજાભાઇ સહિતના શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.