પંચનાથ મંદિરે ભાવિકોનો શિવ ભકિતમાં લીન થવા અભૂતપૂર્વ ધસારો
મંદિરના સાર્ધશતાબ્દી વર્ષ નિમિતે ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણીઓની થશે વણઝાર
શહેરની મધ્યમાં આવેલ શ્રી પંચનાથ મંદિરનો સાર્ધ શતાબ્દી (150 વર્ષ)માં શાનદાર પ્રવેશ થયો તે નિમિત્તે ટ્રસ્ટી મંડળ દ્વારા અત્યંત ગરીબ અને નાના માણસોના બાળકો માટે અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાની શરૂઆત કરવામાં આવી તદ્પરાંત આજ વર્ષમાં અનેક ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવોની ઉજવણીની રૂપરેખા તૈયાર કરી છે
આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તહેવારને અનુરૂપ શણગારવામાં આવેલ મંદિરમા અનેક શિવભક્તો વહેલી સવારથી જ સાક્ષાત દેવાધિદેવ મહાદેવની આસ્થા અને શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે શિવભક્તો માટે અતિપ્રિય શ્રાવણ માસના ચારેય સોમવાર દરમિયાન મહાદેવજીના શિવલિંગને ઘીનો અદભૂતપૂર્વક શણગાર સજાવવામાં આવે છે પ્રથમ સોમવારે શિવ પરિવાર એટલે કે મૃત્યુંજય દ્વિતીય સોમવારે માર્કન્ડેય સ્વરૂપ તૃતીય સોમવારે ગંગાજી અવતરણ ચતુર્થ સોમવારે વિષ્ણુ સૈયા એટલે કે સાક્ષાત વિષ્ણુ ભગવાનના દર્શન શિવજીના ભક્તોને કરાવવામાં આવે છે.
તદુપરાંત બપોરે 11/45 કલાકે સંકુલમાં આવેલ તમામ સોળ મંદિરમા રાજભોગ ધરાવતાની સાથે આરતી કરવામાં આવે છે ત્યારબાદ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ 121થી વધુ વિપ્રોને મહાપ્રસાદ સ્વરૂપે બ્રહ્મભોજન કરાવવામાં આવે છે તેમજ દરરોજ 12 વાગ્યાથી 1/15 સુધી મહાપૂજા થાય છે તેમજ સંધ્યા સમયે ભારતીય ઓરીજીનલ વાજીંત્ર નગારા અને ઘંટ સાથે આરતી કરવામાં આવે છે અગત્યની વાત તો એ છે કે દર વર્ષે આખા શ્રાવણ માસ દરમિયાન પ્રખર શિવભક્ત એવા સુભાષચંદ્ર (મહારાષ્ટ્રીયન) શિવજીને પ્રસન્ન કરવાના આસ્થા સાથે ખાસ નગારા વગાડવા માટે જયપુર રાજસ્થાનથી સ્વ ખર્ચે આવે છે સુભાષબાબૂ દ્વારા વગાડવામાં આવતો નગારાના અવાજની સાથોસાથ ઘંટનાદના ઘ્વનિનો સમન્વય અને આખા મંદિરમાં પ્રસરતી ઘૂપની મહેકનુ દિવ્ય વાતાવરણ ખરેખર મહાદેવજીના દર્શન કરતાંની સાથે મનને પ્રફુલ્લિત કરે છે આ મનભાવન આરતી દરમિયાન મંદિરમાં રહેલા તમામ દર્શનાર્થીઓને શ્રાવણ માસના ચારેય સોમવારે ફરાળી પ્રસાદનુ વિતરણ કરવામાં આવે છે તેમજ શ્રાવણ માસમાં ચારેય સોમવારેબિલીપત્ર ના 200 રોપા નુ સવારે 10:30 થી 12:30વિના મૂલ્યે વિતરણ કરવામાં આવસે સાથોસાથ બીજા અને ત્રીજા સોમવારે શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા થેલેસેમીયા પીડીત બાળકો માટે રક્તદાન કેમ્પ સાંજે 5 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે તો આ કેમ્પમાં દરેક દર્શનાર્થીઓને થેલેસેમીયા પીડીત બાળકો માટે રક્તદાન કરવા અને તમારી સાથે દર્શનાર્થે પધારેલા તમામ દર્શનાર્થીઓને રક્તદાન કરાવવા માટે અપીલ કરાઈ છે.
શ્રી પંચનાથ મંદિરે કરેલ 150મા વર્ષમાં શાનદાર પ્રવેશના પાવન અવસર પર બાળકોને યુવકોને યુવતીઓનું તથા વરિષ્ઠ નાગરિકોને અનુરૂપ ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવોના આયોજન થકી ભારતીય સંસ્કૃતિના સાચા અર્થમાં દર્શન કરાવવા માટે શ્રી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ ઉપપ્રમુખ વસંતભાઈ જસાણી માનદમંત્રી મયુરભાઈ શાહ કોષાધ્યક્ષ મહેન્દ્રસિંહ ગોહેલ ટ્રસ્ટીઓ ડો રવિરાજ ગુજરાતી ,અનીલભાઈ દેસાઈ, નીરજભાઈ પાઠક, ડી વી મેહતા, જૈમીનભાઇ જોષી, સંદીપભાઈ ડોડીયા, નિતીનભાઇ મણીયાર, નારણભાઈ લાલકીયા જેવા સેવાભાવી આગેવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.