વિવિધ પ્રસંગો જેમ કે શિવલીંગ પ્રાગટ્યની કથા, શિવ-પાર્વતી વિવાહ, ગણેશ પ્રાગટ્ય જેવા પ્રસંગો ધામધુમથી ઉજવાશે
રાધે-ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો ‘અબતક’ની મુલાકાતે
રાજકોટ થી 30 કિ.મી.ના અંતરે આવેલ નવી મેંગણી ખાતે તા. 29-4-2023 થી 5-5-2023 સુધી શ્રી શિવમહાપુરાણ કથાનું આયોજન રાધેક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સમસ્ત નવી મેંગણી ગામ દ્વારા કરવામાં આવ્યું છે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા યુવા આયોજન સમિતિના સ્વયંસેવકોએ જણાવેલ કે નવી મેંગણીમાં આવેલ ક્રિષ્ના ગૌ શાળામાં 155 થી વધુ ગૌ માતાઓનો નિભાવ તેમજ ગીર ગાય સંવર્ધનની સેવા પ્રવૃતિઓ ચાલી રહી છે. ત્યારે આ ક્રિષ્ના ગૌશાળાના લાભાર્થે શિવમહાપુરાણ કથાનું આયોજન સમસ્ત ગ્રામજનોના સહકારથી કરવામાં આવ્યું છે.
આ શિવમહાપુરાણ કથાની પોથીજીની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા રામજી મંદિરથી નિકળી સભામંડપે જશે. અને વલ્લભકુલ ભુષણ વૈષ્ણવાચાર્ય પૂજયપાદ ગૌસ્વામી 108 વ્રજરાજ કુમારજી મહારાજ તેમના કરકમલો દ્વારા દિપપ્રાગટય કરીને શિવકથાની શરૂઆત કરાવશે.
કથાના વ્યાસાસને વિદ્વાન શાસ્ત્રી કનૈયાલાલ ભટ્ટ (રાજકોટ વાળા) બિરાજી દરરોજ સવારે 9 થી 12 અને બપોરે 3:30 થી 6:30 સુધી કથામૃતનું રસપાન કરાવશે.
કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગો જેમ કે શિવલીંગ પ્રાગટ્યની કથા, શિવ પાર્વતિ વિવાહ, ગણેશ પ્રાગટય, કાર્તિક કથા, શતરૂદ્ર સહિતા, દ્રાદશ જ્યોતિલીંગ કથા જેવા પ્રસંગો ધામધુમથી ઉજવવામાં આવશે. તેમજ રાત્રે વિવિધ કાર્યક્રમો થશે.
જેમાં તા.30-4-2023 રાત્રે નવી મેંગણીના રાવળદેવ મિલનભાઇ અને કાથળભાઇનો માતાજીના ડાક, ડમરૂ, દેવડાયરો, તા. 2-5-2023 મંગળવાર રાત્રે અલ્પાબેન પટેલ, હાસ્યકલાકાર હિતેષ અંટાલા, ભજનીક મહેશ પટેલનો લોકડાયરો, તા.3-5-2023 બુધવાર સત્સંગ સભા આચાર્ય શ્રી 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ જામનગરથી પધારી સત્સંગનો લાભ આપશે. તા.4-5-2023 ગુરૂવાર રાત્રે ભવ્ય અને દિવ્ય ઘરસભા પરમ પૂજય સ્વામિશ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી પધારી તેમની 1124 મી ઘરસભા મેંગણી ગામના આંગણે રાખવામાં આવેલ છે. સૌ કોઇ ધર્મપ્રેમી જનતાને ભજન, સત્સંગ, કથા શ્રવણ, દર્શન આરતી ભોજન પ્રસાદનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવે છે.
કાર્યક્રમની રૂપરેખા વર્ણવતા રાધેકિષ્ના ચેરી. ટ્રસ્ટના ટ્રસ્ટી બિપીનભાઇ સિદપરા, રમેશભાઇ સિદપરા, ભાવેશભાઇ હરસોડા, નિલેષભાઇ સિદપરા, સરપંચ પ્રફુલભાઇ શિંગાળા, ઉપસરપંચ જિતેન્દ્રભાઇ સિદપરા, જતીનભાઇ સિદપરા, શાંતિલાલ શિંગાળા, સુખાલાલ ટિલાળા, જેન્તીભાઇ રૈયાણી, સુભાષભાઇ પાનસુરીયા, ભૌતિક સિદપરા, શૈલેષભાઇ રૈયાણી, વિપુલભાઇ પાનસુરીયા, ભાણજીભાઇ ખુંટ તેમજ દરેક સ્વયંસેવકો ઉમંગ અને ઉત્સાહથી કાર્ય કરી રહ્યા છે.
‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે રમેશભાઇ સિદપરા, ભાવેશભાઇ હરસોડા, નિલેષભાઇ સિદપરા, સરપંચ પ્રફૂલ્લભાઇ શિંગાળા, જતીનભાઇ સિદપરા, સુખાલાલ ટિલાળા, જેન્તીભાઇ રૈયાણી, સુભાષભાઇ પાનસુરીયા ઉ5સ્થિત રહ્યા હતા.